Site icon Revoi.in

કેલિફોર્નિયામાં જોવા મળે છે અજીબોગરીબ પડછાયા, 300 વર્ષથી તેનું રહસ્ય છે અકબંધ

Social Share

દિલ્લી:કેલિફોર્નિયામાં લોકો અજીબોગરીબ પ્રકારના પડછાયાથી હેરાન છે. અહીં અજીબ અજીબ પડછાયા જોવા મળે છે. ક્યારેક હેટ અને ક્યારેક જેટેક જેવા કપડાંમાં સેન્ટા લૂસિયા માઉન્ટેન્સ પર ફરતી કે પછી લોકો તરફ જોતી જોવા મળે છે. ઘણીવાર આ પડછાયા આકાશમાં ઉડતા જોવા મળે છે. કેટલીક સેંકડ્સ સુધી દેખાયા બાદ અચાનક ગાયબ થઇ જાય છે. છેલ્લા 300 વર્ષમાં આ પહાડો પર જનારા હાઇકર્સ તેને સતત જોઇ રહ્યાં છે.

શું કહેવાય છે આ પડછાયાને?
આ પડછાયાને કેલિફોર્નિયામાં ડાર્ક વોચર્સ કહેવામાં આવે છે, આ પડછાયા ધૂંધળા હોય છે. 10 ફૂટ સુધીની લંબાઇ સાથે આ મોટે ભાગે હેટ કે ટોપીની સાથે જેકેટ પહેરેલા જોવા મળે છે. મોટા ભાગે આ બપોર બાદ કે તે બાદ અંધારું થતા પહેલા સુધી જોવા મળે છે. કેલિફોર્નિયાના સેન્ટા લૂસિયા માઉન્ટેંસના પહાડો પર છેલ્લા 300 વર્ષોથી હાઇકિંગ માટે જનારા લોકોને આ પડછાયા જોવા મળે છે. તેમણે તેને ડાર્ક વોચર્સ વિશે ઘણી વાર જણાવ્યું છે.

મનોવૈજ્ઞાનિકોનો મત
મનોવૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ડાર્ક વોચર્સ જેવી કોઈ વસ્તુ નથી. ખરેખર આ પહાડો પર રોશની અને અંધારાના કારણે બનતી આકૃતિઓને ડરામણો પડછાયો ગણી લેવામાં આવે છે. આ તેમના મનનો વહેમ માત્ર છે. આ પેરીડોલિયાનો કેસ હોઈ શકે છે. કેટલાક શોધકર્તાઓનો મત છે કે આ પડછાંયા પહાડની સ્થિતિ, રોશની, વાદળોના કારણે બને છે. જેને લોકો ડાર્ક વોચર્સ કહેવા લાગ્યા છે. આ બપોર બાદ જોવા મળે છે કારણ કે સુર્યની સ્થિતિ એવી હોય છે કે જેનાથી પડછાંયા બનવા લાગે.

મહત્વનું છે કે, કેટલાંક પડછાંયા પર સતરંગી હેલો પણ જોવા મળે છે. આ પાણીના ટીપાંથી પરાવર્તિત થઈને સુરજની રોશનીના કારણે બને છે. હાર્જ માઉન્ટેન પર આ પ્રક્રિયા સામાન્ય છે. કારણ કે ત્યાં ધુંમ્મસ, વાદળના કારણે હંમેશા ઝાકળના બિંદુઓ રહે છે.

-સંકેત