Site icon Revoi.in

પરાળી સળગાવવી હવે અપરાધ નહી ગણાયઃ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર

Social Share

દિલ્હીઃ- તાજેતરમાં જ કેન્ગ્રની સરકારે ત્રણેય કૃષિ કાયદાઓ રદ કરીને ખેડૂતોની માંગને પુરી કરી હતી, ખેડૂત આંદોલના લાંબાગાળા બાદ સરકારે આ કાયદાઓ  પર પોતાનો નિર્ણય સંભાળવી ખેડૂતોને રાજી કર્યા ત્યારે હવે વધુ એક ખેડૂતોની માંગને સરકારનું સમર્થમ મળી ચૂક્યું છે.

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંગ તોમરે જણાવ્યું હતું કે હવે પરાળી સરગાવવી અપરાધના ડાયરામાંથી બહાર રહેશે, અર્થાત હવે ખેડૂતો પરાળી બાળશે તો તે ગુનો ગણાશે નહી.ખેડૂત સતત આ માંગણી કરી રહ્યા હતા ત્યારે હવે સરકારે આ માંગ પણ પુરી કરી છે.

શિયાળું સત્રના બે દિવસ પહેલા જ સરકારે આ માંગને પુરી કરી છે આ સાથે જ તેમણે કહ્યું હતું કે આપણા વડાપ્રધાન  મોદીએ ફસલ વિવિધી કરણ, શુન્ય બજેટ ખેતી અને એમએસપી પ્રણાલીને વધુ પારદર્શક અને પારદર્શક બનાવવા વિચાર વિમર્શ કરવા માટે એક સમિતિનું ગઠન કરવાનો નિર્મય લીધો

આ કમેટિમાં ખેડૂત સંગઠનના પ્રતિનિધિ હશે,તેમણે કહ્યું આ સમિતિના ગઠનથી એસએસપી પર ખેડૂતોની માંગ પુરી થઈ છે, આ સાથે જ તેમણે કહ્યું કે ખેડૂતોએ મોટૂ મન બતાવીને પ્રદર્શનને સમાપ્ત કરવું જોઈએ કારણ કે સરકારે ખેડૂતોની માંગને માની લીઘી છે તો પ્રદર્શન કરવાનો હવે કોઈ જ અર્થ રહેતો નથી.પ્રધાનમંત્રીજી એ જે ઘઓષણા કરી છે તેનો દરેક ખેડૂતોએ આદર કરીને પોતાના ઘરે પરત ફરી જવું જોઈએ.