Site icon Revoi.in

મધ્યપ્રદેશમાં પથ્થરબાજો સામે થશે આકરી કાર્યવાહી, પથ્થરબાજી કરનારાઓ સામે લવાશે કાયદો

Social Share

ભોપાલઃ મધ્યપ્રદેશમાં તાજેતરમાં રામ મંદિરના નિર્માણ માટે ભંડોળ એકત્ર કરવા માટે યોજવામાં આવેલી રેલી ઉપર પથ્થમારો થયો હતો. સમગ્ર ઘટનાને મુખ્યમંત્રી શિવરાજસિંહએ વખોળી કાઢી છે. તેમજ આગામી દિવસોમાં પથ્થરબાજી કરનારાઓ વિરુદ્ધ કાયદો લાવવાની તૈયારી દર્શાવી છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહે જણાવ્યું હતું કે, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓ સામે માત્ર કડક પગલા લેવાની સાથે સજા પણ ફટકારવામાં આવશે. આ અંગે કડક કાયદો ઘડવાની સૂચના આપવામાં આવી છે અને તેના પર કામ શરૂ કરી દેવાયું છે. કાયદો ટૂંક સમયમાં ઘડી કાઢવામાં આવશે. પથ્થરબાજો સમાજના દુશ્મનો છે. પથ્થરમારો કરવો એ કોઈ સરળ ગુનો નથી. કોઈકે ગમે ત્યાંથી ઉભા રહીને પથ્થરમારો કર્યો તેનાથી લોકોને ગંભીર ઇજા થઈ શકે છે અને જીવ પણ જઇ શકે છે. પથ્થરમારો ભય અને આતંકનું વાતાવરણ બનાવે છે. ગભરાટ પેદા થાય છે, અરાજકતા આવે છે જેથી આ બાબતને બિલકુલ સાંખી નહીં લેવામાં આવે.

ભાજપ સરકારે નિર્ણય લીધો છે કે, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હવે અમે સખત સજાની જોગવાઈ માટે કાયદો ઘડી રહ્યા છીએ. દરમિયાન પ્રોટેમ સ્પીકર રામેશ્વર શર્માએ જણાવ્યું હતું કે, કાયદો લાગુ થયા બાદ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ પત્થરમારાની ઘટનાઓ સામેં કડક કાર્યવાહી કરશે. કાયદો ખૂબ જ ટૂંક સમયમાં અમલી બનશે. પથ્થરમારો અને સરકારી સંપત્તિને નુકસાન કરનારા જેલમાં જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશમાં તાજેતરમાં રામ મંદિર નિર્માણના ભંડોળ મુદ્દે રેલી યોજાઈ હતી. દરમિયાન તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો હતો.