1. Home
  2. Tag "law"

લોકસભા ચૂંટણી બાદ ડીપફેક મુદ્દે કાયદો લાવવામાં આવશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવએ ડિજીટલ પ્ટેફોર્મ ફેસબુકની મૂળ કંપની મેટા, ગુગલ, અમેઝોન અને માઈક્રોસોફ્ટ સહિત અન્યને આકરી ટકોર કરી છે. તેમણે કહ્યું કે, ડિજીટલ પ્લેટફોર્મ ઉપર જે પણ કન્ટેન્ટ પબ્લિશ થાય છે તેની જવાબદારી લેવાનું શરુ કરે અને સમાજ તથા લોકતંત્રને નુકશાન પહોંચનારી ખોટી માહિતીઓનો સામનો કરવા માટે ટેકનીકલી અ વ્યાવસાયિક પ્રક્રિયા […]

ફ્રાન્સઃ ઇમિગ્રેશન નીતિને કડક બનાવતો કાયદો સંસદમાં પસાર

નવી દિલ્હીઃ ફ્રાન્સની સંસદે મહિનાઓની રાજકીય ચર્ચા બાદ ફ્રાન્સની ઇમિગ્રેશન નીતિને કડક બનાવતો કાયદો પસાર કર્યો છે. નવો કાયદો સ્થળાંતર કરનારાઓ માટે કુટુંબના સભ્યોને ફ્રાન્સમાં લાવવાનું વધુ મુશ્કેલ બનાવે છે અને કલ્યાણ લાભો મેળવવામાં વિલંબ કરે છે. તે અટકાયત કેન્દ્રોમાં સગીરોને અટકાયતમાં રાખવા પર પણ પ્રતિબંધ મૂકે છે. EU સરકારો અને યુરોપિયન સંસદના સભ્યો દ્વારા […]

પોતાના હકના રૂપિયા નથી મળી રહ્યા, તો હવે ચિંતા ન કરો અને જાણી લો આ વાત

વેપાર-ધંધામાં કેટલીક વાર એવુ જોવા મળે છે કે કોઈ વ્યક્તિને પોતાના હકના રૂપિયા મળતા નથી અને તે વ્યક્તિ હેરાન પરેશાન થઈને ફરતો હોય છે. પણ હવે જે લોકો કાયદકીય રીતે વેપાર ધંધો કરે છે અને તો પણ પોતાના રૂપિયા લેવામાં તકલીફ પડે છે તે લોકો ખાસ આ માહિતીને જાણી લે. જો તમે ગ્રાહક (Customer)તરીકે છેતરાયેલા […]

શહેરોમાં રખડતાં ઢોરની સમસ્યાના કાયમી નિવારણ માટે વિધાનસભામાં કાયદો ઘડાશે

ગાંધીનગરઃ રાજ્યમાં અમદાવાદ સહિત મહાનગરો અને નાના શહેરોમાં પણ રખડતા ઢોરનો ત્રાસ કાયમ રહેતો હોય છે. રખડતા ઢોરની સમસ્યાને કાયમી માટે દુર કરવા માટે રાજ્ય સરકાર કડક બને તેવા નિર્દેશ છે. હવે, સરકાર વિધાનસભામાં ખાસ દરખાસ્ત લાવીને ચોક્કસ નીતિ નિયમો બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. આ દરખાસ્ત કાયદો બનશે ત્યારે ઢોરોને જાહેરમાં રખડતા મૂકી […]

બોલીવુડ મુદ્દે આક્ષેપ કરનારાઓને NCBના અધિકારીનો જવાબઃ કાનૂન તમામ માટે એક સમાન

મુંબઈઃ છેલ્લા એક વર્ષમાં બોલિવુડ પોતાની ફિલ્મોની જગ્યાએ ડ્રગ્સના કારણે ચર્ચામાં છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો(એનસીબી)એ બોલીવુડમાં ફેલાયેલા ડ્રગ્સના નેટવર્ક ઉપર તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. તાજેતરમાં બોલિવુડમાં કિંગખાનના નામે જાણીતા અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યનની એનસીબીએ ડ્રગ્સના આરોપસર અટકાયત કરી છે. ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપુતના મૃત્યુ બાદ ડ્રગ્સનો એંગ્લ સામે આવ્યો હતો. દરમિયાન એનસીબીના ઝોનલ […]

ભારતમાં ત્રણ તલાક કેસોમાં લગભગ 80 ટકાનો ઘટાડો, કાયદાને બે વર્ષ પૂર્ણ

દિલ્હીઃ ભારતમાં ત્રણ તલાકના કાયદાને બે વર્ષ પૂર્ણ થયો છે. આ કાયદાને કારણે મુસ્લિમ મહિલાઓને મોટી રાહત મળી છે. દરમિયાન કેન્દ્રીય લઘુમતી મામલાઓના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે, મુસ્લિમ મહિલા (પ્રોટેક્શન ઑફ રાઇટ્સ ઑન મેરેજ) એક્ટ લાગુ થયા બાદ ત્રણ તલાકના કેસોમાં 80 ટકાનો ઘટાડો આવ્યો છે. 1 ઑગષ્ટ, 2019ના કાયદો લાગુ થવાથી […]

ઉત્તર પ્રદેશની જેમ ગુજરાત સરકાર પણ પોપ્યુલેશન કંટ્રોલનો કાયદો લાવશે

ગાંધીનગર:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે ગુજરાત સરકાર પણ જનસંખ્યા નિયંત્રણ કાયદો લાવવાનું વિચારી રહી છે. ઉત્તરપ્રદેશ સરકાર ટૂંક સમયમાં જ પ્રસ્તાવિત પોપ્યુલેશન કંટ્રોલ બિલ (જનસંખ્યા નિયંત્રણ બિલ)નો પહેલો ડ્રાફ્ટ જાહેર કરવાની તૈયારીમાં છે. ત્યારે ગુજરાત સરકાર પણ તેમના પગલે ચાલી શકે છે. ગુજરાત સરકારે આ પ્રકારના કાયદાના ફાયદા-ગેરફાયદાનો અભ્યાસ […]

બંધારણની રક્ષા કરવાનું કામ માત્ર કોર્ટનું જ નથી: CJI એન. વી. રમન્ના

અમદાવાદમાં આયોજીત એક કાર્યક્રમમાં ભારતના ચીફ જસ્ટિસે દિલ્હીથી આપ્યું સંબોધન બંધારણીય મૂલ્યોની રક્ષા કરવાની જવાબદારી માત્ર કોર્ટોની જ નથી: એન.વી.રામના લોકશાહીના ત્રણેય સ્તંભ સંસદ, કારોબારી અને ન્યાયતંત્ર ત્રણેયની સમાન જવાબદારી છે અમદાવાદ: અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભારતના ચીફ જસ્ટિસ એન.વી.રામનાએ દિલ્હીથી ઑનલાઇન સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, બંધારણીય મૂલ્યોની રક્ષા કરવાની જવાબદારી માત્ર […]

નર્મદ યુનિના કાનૂની વિધાશાખાના ત્રણેય બોર્ડ ઓફ સ્ટડિઝની પુનઃરચના નિયમ વિરુદ્ધની હોવાનો આક્ષેપ

સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હસ્તકની લો ફેકલ્ટીના ત્રણેય બોર્ડ ઓફ સ્ટડીઝની રચના યુનિવર્સિટીના યોગ્ય ધારાધોરણ મુજબ ન કરવામાં આવતાં કુલપતિ ચાવડાની કામગીરી સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. જેથી આ ત્રણેય બોર્ડ ઓફ સ્ટડિઝની ગેરબંધારણીય કરાય હોય આને રદ કરવાની માંગણી સિન્ડીકેટ સભ્ય ભાવેશ રબારીએ કરી છે. નર્મદ યુનિ.ના સિન્ડિકેટ સભ્ય ભાવેશ રબારીના […]

ગુજરાત યુનિવર્સિટીમાં લો અને મેડિકલ સિવાય સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા નહીં લેવાય

અમદાવાદઃ રાજ્યમાં સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિવર્સિટીમાં મેડિકલ અને લૉ ફેકલ્ટી સિવાય સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા લેવાશે નહી, પરંતુ વિદ્યાર્થીઓને મેરિટ બેઝ્ડ પ્રોગ્રેશન લાગુ થશે એવી જાહેરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે. ચાલુ સેમેસ્ટરમાં 50 ટકા આંતરીક ગુણ અને અગાઉના સેમેસ્ટરના 100 ગુણમાંથી 50 ટકા ગુણના આધારે માર્કસ અપાશે. ગુજરાત યુનિવર્સિટીના સૂત્રોના જણાવ્યા મુજબ  […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code