Site icon Revoi.in

ગુજરાતમાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અંગે કડક ચેકિંગ કરાશેઃ આરોગ્યમંત્રી

Social Share

અમદાવાદઃ શહેરમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલમાં આગની ઘટના લાગ્યા બાદ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં પડેલી બિનજરુરી ચિજો પડી હતી. જેમાં શોટસર્કિટ થવાથી લાગ્યાની પ્રાથમિક જાણકારી મળી છે. આ ઘટના બાદ રાજ્યનુ આરોગ્ય વિભાગ સતર્ક બન્યુ છે. આરોગ્ય ઉમેર્યું હતું કે,  ગુજરાતની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અગં કડક ચેકિંગ કરવામાં આવશે. અને આવી ઘટનાઓ ફરીવાર ન બને તે માટે સાવચેતીના આગોતરા પગલા પણ લેવામાં આવશે.

રાજ્યના આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની કામ કરે છે. કે નહીં તે અંગે  તપાસ કરવામાં આવશે. બિનજરુરી ચિજો જે હોસ્પિટલોના બેઝમેન્ટ કે અન્ય સ્થળે પડી હશે એવા ભંગારનો તત્કાળ નિકાલ કરવા માટે પણ સૂચનાઓ આપવામાં  આવશે. દર્દીઓની સુરક્ષા માટે લાપરવાહી દાખવતી હોસ્પિટલના જવાબદારોની સામે આરોગ્ય વિભાગ હવે લાલ આંખ કરશે. તંત્ર સમયાંતરે ચેકિંગ કરી શકે એવું તંત્ર ગોઠવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે. કે અમદાવાદ શહેરમાં વહેલી સવારના સમયે રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં ભીષણ આગ લાગી હતી અને  9 કલાકની જહેમત બાદ કાબુ કરી લેવાયો છે. જોતજોતામાં આગ એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ કે 30 જેટલ ફાયર ટેન્ડર આગ બુઝાવવાની જહેમતમાં લાગ્યા હતા. જો કે રાહતની વાત એ રહી કે આ આગમાં જાનહાનિના થઈ નથી. આ આગની ઘટના બાદ રાજ્યના આરોગ્ય મંત્રીએ નિવેદન આપ્યું હતું.