Site icon Revoi.in

ઉત્તર-પશ્ચિમ અફઘાનિસ્તાનમાં જોરદાર ભૂકંપ,જાણો રિક્ટર સ્કેલ પર કેટલી નોંધાઈ તીવ્રતા

Social Share

દિલ્હી :અફઘાનિસ્તાનમાં આજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સીસ (GFZ) એ અહેવાલ આપ્યો છે કે અફઘાનિસ્તાનના ઉત્તર પશ્ચિમ ભાગમાં ભૂકંપ આવ્યો છે.

જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) એ જણાવ્યું કે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી. GFZ એ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિમીની ઊંડાઈએ હતું.

શનિવારના રોજ આવેલા ભૂકંપને કારણે અફઘાનિસ્તાનમાં મોટાપાયે જાનમાલનું નુકસાન થયું છે. શનિવારે અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જેમાં 4,000થી વધુ લોકોના મોત થયા છે. જો કે, હજુ સુધી તાલિબાન શાસને આ વાતની પુષ્ટિ કરી નથી.

અગાઉ, જૂન 2022 માં, પૂર્વી અફઘાનિસ્તાનના પર્વતીય પ્રદેશમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેમાં પથ્થર અને માટી-ઇંટોના મકાનો જમીન દોસ્ત થયા હતા. ભૂકંપ અફઘાનિસ્તાનમાં બે દાયકામાં સૌથી ભયંકર હતો, જેમાં ઓછામાં ઓછા 1,000 લોકો માર્યા ગયા અને લગભગ 1,500 ઘાયલ થયા હતા.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.