Site icon Revoi.in

દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા,જમ્મુ-કાશ્મીરમાં પણ ધરતી ધ્રૂજી,રિક્ટર સ્કેલ પર 5.9ની તીવ્રતા નોંધાઈ

Social Share

દિલ્હી:રાજધાની દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.જમ્મુ-કાશ્મીરમાં પણ ધરતી ધ્રૂજી ગઈ.ત્યાં પણ લોકોએ ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા છે.આ ભૂકંપની તીવ્રતા 5.9 હોવાનું જાણવા મળ્યું છે.તેનું કેન્દ્ર અફઘાનિસ્તાનનો હિંદુ કુશ પ્રદેશ રહ્યો છે. જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી, પરંતુ લોકોમાં ગભરાટનો માહોલ છે.આ પહેલા પણ દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે.

હવે દિલ્હી-એનસીઆર ભૂકંપ સંવેદનશીલ વિસ્તાર હેઠળ આવે છે.જો વધુ તીવ્રતાનો ભૂકંપ આવે તો મોટા પાયે વિનાશ થાય, નુકસાનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.આ કારણોસર, હવે જ્યારે દિલ્હી-એનસીઆરમાં ધરતી આટલી હલી ગઈ છે, લોકો ભયભીત થઈ ગયા છે, તેઓને મોટા જોખમનો ડર લાગવા લાગ્યો છે.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ  થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.