Site icon Revoi.in

દાહોદમાં ભારતીય બંધારણ અને મૂળભૂત અધિકારો વિશે જાગૃતિ ફેલાવતી ગુજરાત યુનિ.ની વિદ્યાર્થિનીઓ

Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના માસ્ટર ઇન ડેવલપમેન્ટ કમ્યુનિકેશની સેમેસ્ટર -4 ની વિદ્યાર્થીઓએ એક સંસ્થામાં તેમની ઇન્ટર્નશિપના ભાગરૂપે દાહોદ જિલ્લાના (તાલુકો: ધાનપુર) પાવ ગામ જ્યાં લોકો પાસે રહેવા માટે પાક્કા મકાનો નથી , પાકા રસ્તા નથી, પીવાના પાણીની સમસ્યાઓ છે, પૈસા કમાવા માટે ખેતી સિવાયનું કોઈ સાધન નથી તેમજ અન્ય ઘણી સમસ્યાઓ જોવા મળે છે.’ ત્યાં વિધાર્થિનીઓએ Empower her ( know your rights) કેમ્પિયન અંતર્ગત 25 ફેબ્રુઆરી, 2024 ના રોજ અલગ અલગ ફળિયામાં શેરી નાટકની પ્રસ્તુતિ કરી હતી.  જેમાં મહિલાઓ અને છોકરીઓમાં ભારતીય બંધારણમાં આપવામાં આવેલ સ્વતંત્રતાનો અધિકાર, શિક્ષણ મેળવવાનો અધિકાર, વાણી અને અભિવ્યક્તિનો અધિકાર,  કામ કરવાનો અધિકાર, ઘરેલુ હિંસા સામે રક્ષણ મેળવવાનો અધિકાર અને જમીનનો અધિકાર જેવા અધિકાર વિશે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

વર્ષોથી ઉત્થાન સંસ્થા સાથે જોડાયેલ પાવ ગામમાં રહેતા મંગુ બેન અને રેસમ બેન સાથે મળીને વિદ્યાર્થીનીઓએ દરેક ફળિયામાં ઢોલ વગાડીને આ શેરી નાટકનું આમંત્રણ આપ્યું હતું. શેરી નાટક કર્યા બાદ મહીલાઓ અને છોકરીઓ સાથે બંધારણ અને તેમાં આપવામાં આવેલ અધિકારો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેની સાથે સાથે આ અધિકારને લગતી તેમની સમસ્યાઓની પણ ચર્ચા કરવામાં આવી હતી. પાવ ગામની 60 મહીલાઓ અને છોકરીઓ આ શેરી નાટકમાં હાજર રહી હતી. આ ગામમાં કુલ 12 ફળિયા છે. જેમાં અંદાજિત 729 જેટલા મકાનો આવેલા છે.