1. Home
  2. Tag "dahod"

દાહોદમાં ટ્રેક્ટર અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં દંપતીનું મોત, સાત ઘાયલ

દાહોદના સરહદી વિસ્તારમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયાં અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ અમદાવાદઃ રાજ્યમાં માર્ગ અકસ્માતના બનાવોમાં સતત વધારો થયો છે. તાજેતરમાં જ નડિયાદ નજીક કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 10ના કરુણ મોતની ઘટના હજુ ભુલાઈ નથી. દરમિયાન દાહોદમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. ગોધરા-અમદાવાદ […]

દાહોદમાં ભારતીય બંધારણ અને મૂળભૂત અધિકારો વિશે જાગૃતિ ફેલાવતી ગુજરાત યુનિ.ની વિદ્યાર્થિનીઓ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના માસ્ટર ઇન ડેવલપમેન્ટ કમ્યુનિકેશની સેમેસ્ટર -4 ની વિદ્યાર્થીઓએ એક સંસ્થામાં તેમની ઇન્ટર્નશિપના ભાગરૂપે દાહોદ જિલ્લાના (તાલુકો: ધાનપુર) પાવ ગામ જ્યાં લોકો પાસે રહેવા માટે પાક્કા મકાનો નથી , પાકા રસ્તા નથી, પીવાના પાણીની સમસ્યાઓ છે, પૈસા કમાવા માટે ખેતી સિવાયનું કોઈ સાધન નથી તેમજ અન્ય ઘણી સમસ્યાઓ જોવા મળે છે.’ […]

દાહોદના રોઝમ ગામે નિર્મણાધિન પાણીની ટાંકીને સ્લેબ તૂટી પડતા 8 શ્રમિકો દબાયા, ત્રણના મોત

દાહોદઃ  તાલુકાના રોઝમ ગામના હોળી ફળિયામાં ગુરૂવારે સાંજના પાંચ વાગ્યાના સુમારે પાણી પુરવઠા યોજના અંતર્ગત નિર્માણાધિન પાણીની ટાંકીનો સ્લેબ ભરવાના કામ દરમિયાન અચાનક સ્લેબ તૂટી પડતા તેની નીચે આઠ મજૂરો દબાયા હતા. જેમાં ત્રણ શ્રમિકોના મોત નિપજ્યા હતાં જ્યારે અન્ય પાંચ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે. આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, દાહોદના […]

દાહોદમાં જાણીતી બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ બનાવતી ફેકટરી પકડાઈ

દાહોદ: જાણીતી બ્રાન્ડેડ કંપની દ્વારા બનાવાતી વિવિધ ચિજ-વસ્તુઓની આબેહુબ નકલ કરીને ડૂપ્લિકેટ માલ બનાવીને ગ્રાહકોને પધરાવી દેવામાં આવતો હોય છે. આવી જ એક ફેકટરી આદિવાસી એવા દાહોદમાંથી પકડાઈ છે. દાહોદમા બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ શેમ્પુ બનાવવામાં આવતું હતુ. પોલીસે નકલી શેમ્પુ બનાવવાના મુદ્દામાલ સાથે આગ્રાના 8 ઈસમોની ધરપકડ કરી છે. પોલીસે કંપનીના સિનિયર ઇન્વેસ્ટિગેશન ઓફિસરની ફરિયાદના […]

લીમખેડા અને દેવગઢ બારીઆથી ગુમ થયેલા 8 બાળકોને પોલીસે શોધી કાઢીને પરિવારને સોંપ્યા

દાહોદઃ  જિલ્લાના લીમખેડા તેમજ દેવગઢ બારીઆ વિસ્તારમાંથી મળી કુલ આઠ બાળકો ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. આ બનાવ અંગે ગુમ થયેલા બાળકોને શોધી કાઢવા માટે જિલ્લા પોલીસવડાએ સુચના આપતા પોલીસે શોધખોળ અભિયાન આદરીને ગુમ થયેલા આઠેય બાળકોને દાહોદ, લીમખેડા, અને પાવાગઢમાંથી શોધા કાઢીને તેમના પરિવારને સુપરત કર્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા […]

અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને દાહોદની સ્માર્ટ સિટી મિશન અંતર્ગત પસંદગી

અમદાવાદઃ દેશમાં સ્માર્ટસિટી મિશન અંતર્ગત હેઠળ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરાની સાથે દાહોદની પણ પસંદગી કરવામાં આવી છે. તેમજ આ માટે કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેથી આ નગરોમાં વધુ સારી હેલ્થકેર સિસ્ટમ, ગવર્નેન્સ, ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ, સિક્યોરિટી સર્વિલેન્સ, સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રકર્ચર, રોજગારની તકો જેવી સુવિધાઓ ઉમેરાશે. કેન્દ્ર સરકાર દ્વારા 2 હજાર 326 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. […]

દાહોદના જિલ્લા શિક્ષણાધિકારી પોતાના કર્મચારી પાસેથી 10 હજારની લાંચ લેતા પકડાયાં

દાહોદ:  રાજ્યમાં ભ્રષ્ટાચાર વધતો જાય છે. મહેસુલ વિભાગથી લઈને ગૃહ વિભાગ અને હવે તો શિક્ષણ વિભાગમાં પણ વહીવટ વિના કોઈ કામ કરાવવું મુશ્કેલ છે, તેનો અનુભવ સામાન્ય માણસોને તો ઘણીવાર થતો હોય છે, પરંતુ સરકારી કર્મચારીને પણ ક્યારેક  પોતાનું કામ કરાવવા માટે ઉપરી અધિકારીના ખિસ્સા ગરમ કરવા પડતા હોય છે. આવા જ એક કિસ્સામાં મહિને […]

અકસ્માતમાં ધાયલ લોકોને મદદ કરનારને રૂ. પાંચ હજારનું ઇનામ અપાશે, તંત્રની નવી પહેલા

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં માર્ગ અકસ્માતના બનાવોમાં દર વર્ષે અનેક લોકો જીમ ગુમાવે છે. અકસ્માતના બનાવો ઘટે તે માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં હાલ રોડ સેફ્ટીને અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે દાહોદમાં સ્થાનિક તંત્ર દ્વારા નવી પહેલ શરૂ કરવામાં આવી છે. અકસ્માતમાં ઘાયલ થનાર વ્યક્તિને મદદ […]

દાહોદ, ઝાલોદ અને ગરબાડામાં સારસ પંખીઓ મહેમાન બન્યાં

અમદાવાદઃ દાહોદમાં શિશિરની ગુલાબી ઠંડીમાં પ્રકૃત્તિ પણ અદભૂત સૌદર્ય સાથે ખીલી ઉઠી છે. શીતઋતુનો આ રમ્ય માહોલ પંખીઓને મહેમાન બનવા લલચાવે છે અને અનેક પ્રવાસી પંખીઓ શિયાળુ વિઝા લઇને અહીં ધામા નાખે છે. વર્ષાઋતુના અંતે નવા નીર મળતા અહીંનો ડુંગરાળ પ્રદેશ ખીલી ઉઠે છે અને તળાવના છીછરા પાણીમાં પ્રવાસી પંખીઓ જઠરાગ્નિ ઠારવા તપ કરતા જોવા […]

દાહોદના આ ગામના આદિવાસી પરિવારો આજે પણ પરંપરાગત માટીના વાસણનો કરે છે ઉપયોગ

અમદાવાદઃ આજના આધુનિક જમાનામાં લોકોની પંરપરાને ભૂલવા લાગ્યાં છે. બીજી તરફ દાહોદના આદિવાસી વિસ્તારમાં વસવાટ કરતા પરિવારજનો આજે પણ પોતાની સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખવામાં સફળ રહ્યાં છે. હાલ અહીંના લોકો માટીના પરંપરાગત વાસણોનો ઉપયોગ કરી રહ્યાં છે. આધુનિકતાની કલી અને પશ્ચિમી આદતોથી હજુ મજબુર નથી થયા એવા દાહોદ જિલ્લાના આદિવાસીઓમાં આજે પણ માટીના વાસણો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code