1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દાહોદના અભલોડ ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 400 લોકોને ફુડ પોઈઝનિંગ
દાહોદના અભલોડ ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 400 લોકોને ફુડ પોઈઝનિંગ

દાહોદના અભલોડ ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 400 લોકોને ફુડ પોઈઝનિંગ

0
Social Share

દાહોદ, 21 એપ્રિલ 2026400 people get food poisoning after dinner at a wedding જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામમાં યોજાયેલા એક લગ્નપ્રસંગમાં જમણવાર લીધા 400 લોકોને ફુડ પોઈઝનિંગની અસર થતા દોડધામ મચી ગઈ હતી. 400 લોકોને ઝાડા-ઊલટીને લીધે નાના એવા ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તાત્કાલિક અસરથી 108 એમ્બ્યુલન્સ સેવા અને ખાનગી વાહનોની મદદથી અસરગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવની વિગત એવી છે કે, દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામે ભરતભાઈ રાઠોડના ઘરે યોજાયેલા લગ્નપ્રસંગમાં ગઈકાલે સાંજે ગામના લોકો અને મહેમાનો મળીને આશરે 1000 જેટલા લોકોએ ભોજન લીધું હતું. મેન્યુમાં દાળ-ભાત, શાક-પુરી, પાપડ, કેરીનો રસ અને પનીરની સબ્જી પીરસવામાં આવી હતી. ભોજન લીધાના થોડા સમય બાદ જ લોકોને ઝાડા-ઊલટીની ગંભીર તકલીફો શરૂ થઈ હતી. એકસાથે મોટી સંખ્યામાં લોકો બીમાર પડતાં પરિવારજનો અને ગ્રામજનો ગભરાઈ ગયા હતા. તાત્કાલિક અસરથી 108 એમ્બ્યુલન્સ સેવા અને ખાનગી વાહનોની મદદથી અસરગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી.

આ ઘટનામાં અસરગ્રસ્ત અંદાજે 200 દર્દીઓને વિવિધ ખાનગી દવાખાનાઓમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 200 જેટલા લોકોને ગામમાં જ તબીબોની વિશેષ ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. રાહતના સમાચાર એ છે કે કોઈ જાનહાનિ થઈ નથી, જોકે કેટલાક દર્દીઓની હાલત ગંભીર હોવાથી તબીબો સતત નિરીક્ષણ કરી રહ્યા છે.

ઘટનાની જાણ થતા જ જિલ્લા આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી વિભાગની ટીમ અભલોડ દોડી આવી હતી. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે લગ્નમાં પીરસવામાં આવેલ ‘કેરીનો રસ’ અને ‘પનીરનું શાક’ ખાવાથી લોકોને ઇન્ફેક્શન થયું હોઈ શકે છે.આરોગ્ય વિભાગની ટીમે લગ્ન સ્થળેથી ભોજનના નમૂનાઓ એકત્ર કરી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. તંત્રએ ખાતરી આપી છે કે જો કેટરર્સ કે અન્ય કોઈની બેદરકારી સામે આવશે, તો ફૂડ એન્ડ ડ્રગ્સ એક્ટ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code