દાહોદમાં પોલીસ કોન્સ્ટેબલની પત્નીએ બે પૂત્રોને ઝેર પીવડાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો
દાહોદ, 17 એપ્રિલ 2026: Police constable’s wife attempts suicide by giving poison to two sons શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકભાઈની પત્નીએ પોતાના બે પુત્રોને ઝેર પીવડાવીને હત્યા કર્યા બાદમાં પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં બંને પુત્રોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે પત્ની ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ બનાવની વિગત એવી છે કે, દાહોદ શહેરના ચાકલીયા રોડ પરના પોલીસ કોન્ટેબલના નિવાસસ્થાને કોન્સ્ટેબલની પત્નીએ તેના 12 વર્ષીય પુત્ર શ્લોક અને 2 વર્ષીય પુત્ર રુદ્રને મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યારબાદ તેણે ઝેરી દવા જેવો કોઈ પદાર્થ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવની પાડોશીઓને જાણ થતાં તેમણે તાત્કાલિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ત્રણેયને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં મહિલાનો બચાવ થયો, પરંતુ બંને પુત્રોને બચાવી શકાયા ન હતા. હાલ મહિલાને ગંભીર હાલતમાં ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે. બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે. આ પગલું કયા કારણોસર ભરવામાં આવ્યું તે જાણી શકાયું નથી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


