Site icon Revoi.in

અમેરિકાની ફ્રેસ્નો યુનિવર્સિટીમાં હિન્દુ અને જૈન ધર્મના અભ્યાસનો કરાયો સમાવેશ

Social Share

દિલ્હીઃ અમેરિકાની કેલિફોર્નિયા રાજ્યની ફ્રેસ્નો યુનિવર્સિટીએ હિંદુ અને જૈન ધર્મ માટે કાયમી વિભાગ શરૂ કર્યા છે જે ધાર્મિક શિક્ષણ કાર્યક્રમનો અંતરંગ ભાગ બની રહેશે. આ વિભાગ શરૂ કરવા માટે બે ડઝન જેટલા ભારતીય મૂળના અમેરિકન કુટુંબે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. 2021માં હિંદુ અને જૈન બંને ધર્મની પરંપરાના જાણકાર પ્રોફેસરની નિમણૂક કરવામાં આવશે. કોલેજ ઑફ આર્ટસ ઍન્ડ હ્યુમાનિટીના ફિલોસોફી વિભાગમાં હિંદુ અને જૈન ધર્મના અભ્યાસનો સમાવેશ કરવામાં આવશે.

યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર હિંદુ તથા જૈન સમાજ સાથે કેલિફોર્નિયા રાજ્યની ફ્રેસ્નો યુનિવર્સિટીની ભાગીદારીથી શરૂ કરાયેલા આ વિભાગ દ્વારા હાલના અને ભવિષ્યના વિદ્યાર્થીઓને બંને ધર્મમાં જણાવાયેલ અહિંસા, ધર્મ, ન્યાય, ફિલોસોફી, દરેકનું એકબીજા સાથેનું જોડાણ અને હિંદુ-જૈન શાસ્ત્રો દ્વારા પયર્વિરણની જાળવણી, માન્યતા અને પરંપરા વિશેનું જ્ઞાન આપવામાં આવશે. આ સિવાય, વિભાગ દ્વારા હિંદુ અને જૈન ધર્મના વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ, સ્ટિપેન્ડ્સ અને રિસર્ચ માટે ફંડ સહિત બધી રીતે મદદ કરશે.