Site icon Revoi.in

દિલ્હીમાં થશે ભાર વગરનું ભણતર – શાળાઓમાં લાગુ કરાશે નવી સ્કુલ બેગ નીતિ

Social Share

દિલ્હીઃ-સમગ્ર ભારતમાં દરેક વિદ્યાર્થીઓના માતા પિતા તેમની સ્કુલ બેગના ભારથી હેરાન પરેશાન થી જાય છે, બાળકની ઉનર નાની અને સ્કુલ બેગનો વજન વધુ આ કારણોસર જાણે બાળકના ખભા પર બોજ હોય તેવું જોવા મળે છે, ત્યારે હવે દિલ્હી સરકારે બાળકોનો આ બોજ ઓછો કરવાનો નિર્મણ લેવા જણાવ્યું છે, દિલ્હી સરકારે સ્કુલ બેગની નવી નીતિ લાગુ કરવા અંગે કહ્યું છે,જેના થકી બાળકોના દફ્તરનો ભાર ઓછો કરી શકાય.

ડિરેક્ટોરેટ ઓફ એજ્યુકેશન દ્વારા શાળાના આચાર્યોને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે,શાળાએ જતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે ભારે સ્કુલ બેગ ગંભીર ખતરો છે. બાળકોના વિકાસ પર તેની નબળી શારીરિક અસર પડે છે. આ બેગના ભારના કારણે તેમના ઘૂંટણ અને કરોડરજ્જુને નુકસાન થાય છે.

આ લખેલા પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બે અને ત્રણ માળની ઇમારતોમાં ચાલતી શાળાઓમાં સીડી પર ચઢીને બાળકો ઉપરના માળે જતા હોય છે, ભારે બેગ સાથે સીડીપર ચઢવાથી બાળકોની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. શિક્ષણ મંત્રાલયે ગયા મહિને નવી સ્કૂલ બેગ પોલિસીને સૂચિત કરી હતી જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુરૂપ છે.

નવી માર્ગદર્શિકા મુજબ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વર્ગના બાળકો માટે અલગ રીતે બેગનો ભાર નક્કી કરવામાં આવ્યો છે. આ હેઠળ બેગનું વજન 3.5 થી 5 કિલો ગ્રામની વચ્ચે રાખવામાં આવ્યું છે,જેથી કરીને હવે શાળાએ જતા વિદ્યાર્થીઓના બેગનો ભાર ઓછો થઈ શકશે અને ખરા અર્થમાં ભાર વગરનું ભણતર સાબિત થશે.

સાહિન-