Site icon Revoi.in

ખાનગી યુનિવર્સિટીમાં ગ્રાન્ટ ઈન એઈડ કોલેજ નહીં સમાવવા અધ્યાપક મહામંડળની રાજ્યપાલને રજુઆત

Social Share

અમદાવાદઃ ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળે રાજ્યની ખાનગી યુનિવર્સિટીઓમાં ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોને સામેલ ન કરવા માટે ગુજરાતના રાજ્યપાલને રજૂઆત કરી છે. ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળના અગ્રણી ડો.રમેશ ચૌધરી, ડો. રાજેન્દ્ર જાદવ, ડો.દિગ્વિજયસિંહ ગોહિલે કરેલી લેખિત રજૂઆત અનુસાર સરકારે 2009માં ખાનગી યુનિવર્સિટી એક્ટ બનાવ્યો હતો. આ એક્ટમાં ગ્રાન્ટેડ કોલેજો ખાનગી યુનિવર્સિટીમાં સમાવેશ થઈ શકે તેની સ્પષ્ટતા ન હતી, છતાં કેટલીક ગ્રાન્ટ ઈન એઈડ કોલેજ ખાનગી યુનિવર્સિટીમાં જોડવાની હિલચાલ શરૂ કરવામાં આવી હતી. તે સમયે ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળની રજૂઆતને પગલે ગ્રાન્ટ ઈન એઈડ કોલેજો ખાનગી યુનિવર્સિટીઓમાં જોડાઈ શકી ન હતી.

રાજ્યની ખાનગી યુનિવર્સિટીઓમાં ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોને સંલગ્ન કરવી જોઈએ નહીં, અધ્યાપક મહામંડળે અગાઉ પણ રજુઆત કરી હતી. 2011ના સુધારાના સેકશનમાં બદલાવ કરીને જે સુધારો દાખલ કરાયો છે જે પ્રમાણે પ્રાઈવેટ યુનિવર્સિટી સાથે ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોના જોડાણને અનુમોદન આપે છે. આ પ્રકારનો 2021ના નવા સુધારો સાથે પ્રાઈવેટ યુનિવર્સિટી એક્ટ બનતાની સાથે જ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાણ ધરાવતી ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોની ખાનગી યુનિવર્સિટીમા જોડવાની તૈયારીઓ શરુ થઈ છે. શિક્ષણ આપતી ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોમાં ફી વધારો થઈ શકે છે. ઉપરાંત ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોનુ ખાનગી યુનિવર્સિટીમાં જોડાણ થવાથી અધ્યાપકોની નોકરીની શરતો તેમજ તેમના અન્ય લાભો જોખમમાં મુકાશે. આથી ખાનગી યુનિવર્સિટી એક્ટ 2011માં જે સુધારો હતો તે જ માન્ય રાખવામાં આવે તેવી રાજ્યપાલને રજુઆત કરવામાં આવી હતી.

Exit mobile version