લખનૌઃ- આપણો દેશ રેલ્વે ક્ષેત્રમાં ભારત ઘણી પ્રગતિ કરી રહ્યું છે, આજ શ્રેણીમાં આજે વધુ એક સફળતા પ્રાપ્ત થી છે.,પ્રાપ્ત જાણકારી પ્રમાણે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં દુહાઈ ડેપો ખાતે આજરોજ રેપિડ રેલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું છે,જાણકારી પ્રમાણે આ ટ્રાયલ પહેલા ટ્રેનને ડેપોની અંદર જ ચલાવવામાં આવશે. આ દરમિયાન જે પણ કંઈક ખામીઓ જોવા મળશે તેને સુધારવામાં આવશે ત્યાર બાદ જ તેને યાત્રીઓની સુવિધામાં લાવવામાં આવશે,
આ ટ્રેનની ઝડપ 25 કિમી પ્રતિ કલાક રહી હતી. ડેપોની અંદર જ 600 થી 700 મીટર લાંબો ટ્રેક તૈયાર કરવામાં આવ્યો હતો. જો કે છેલ્લા ઘણા સમયથી દરરોજ અહી પરિક્ષણ કરવામાં આવી રહ્યું હતું જેની ટ્રાયલ ડિસેમ્બરમાં શરૂ થવાની છે. રેપિડ રેલ આવતા વર્ષે માર્ચમાં સાહિબાબાદ અને દુહાઈ વચ્ચે મુસાફરો માટે દોડવાનો નિર્ણય લેવામાં આવ્ય છે.
નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના એમડી વિનય કુમાર સિંહ અને રોલિંગ ટીમના સભ્યો ટ્રાયલ દરમિયાન ટ્રેનની અંદરસવાર થયા હતા. ડેપોમાં બનાવેલા ટ્રેક પર રેલ્વેએ અનેક ફેરા કર્યા. ટ્રાયલ દરમિયાન કોમ્યુનિકેશન નેટવર્ક પણ સફળતાપૂર્વક દર્શાવવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ પ્રથામિક વિભાગ સાહિબાબાદથી દુહાઈ સુધી 17 કિમી લાંબો છે. પ્રથમ વિભાગમાં, વાયડક્ટ બ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં હાલમાં ટ્રેક નાખવાનું કામ ચાલુ છે. કહેવામાં આવી રહ્યું છે કે રેપિડ રેલ આવતા વર્ષે માર્ચમાં પ્રાથમિક વિભાગ પર દોડવાનું શરૂ કરશે.
જાણો આ ટ્રેનની યાત્રાને લગતી ખાસ વાતો
- આ ટ્રેન 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે.
- આ ટ્રેન દેશની પ્રથમ પ્રાદેશિક ટ્રેન હશે.
- આ ટ્રેન માત્ર 50 થી 55 મિનિટમાં દિલ્હીથી મેરઠ સુધીની મુસાફરી કરી શકે છે.
- રેલ નેટવર્કમાં દેશની આ પહેલી સિસ્ટમ છે જેના હેઠળ 180 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલતી ટ્રેન પ્રથમ તબક્કામાં એક કલાકમાં 100 કિમીનું અંતર કાપશે.
- દિલ્હીથી ગાઝિયાબાદ વાયા મેરઠ સુધીની 82 કિમીની સફર 55 મિનિટમાં પૂરી કરશે
- મુસાફરી દરમિયાન દિલ્હીથી મેરઠ સુધી 25 સ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યા છે.
- ટ્રેન દરેક સ્ટેશન પર 30 સેકન્ડ માટે રોકાશે અને દર 5-10 મિનિટે ટ્રેન ઉપલબ્ધ રહેશે.