Site icon Revoi.in

દુકાન કે ઓફિસ પર ન રાખવી જોઈએ માતા લક્ષ્મીનો આવો ફોટો, જાણો મહત્વની માહિતી

Social Share

દરેક લોકો જે ધંધા વેપાર સાથે સંકળાયેલા છે તે લોકો હંમેશા ઈચ્છે છે કે માતા લક્ષ્મીની કૃપા તેમના પર બની રહે, પરંતુ કેટલાક લોકો જાણતા નથી કે લક્ષ્મીજીનો આ પ્રકારનો ફોટો ન રાખવો જોઈએ. સામાન્ય રીતે ઓફિસ અથવા દુકાનમાં પૂજા ઘરમાં દેવી-દેવતાઓનું તસવીર રાખે છે,જે શુભ હોતું નથી.

એ જ રીતે પૂજા ઘરમાં ભગવાન ગણેશ, માતા લક્ષ્મી અને માતા સરસ્વતીની બેસેલી તસ્વીર ન લગાવવી જોઈએ. દુકાન અથવા કોઈ કાર્યસ્થળ પર આ ત્રણ દેવતાઓની બેઠક મુદ્રામાં તસ્વીર લગાવવી અશુભ માનવામાં આવે છે. માન્યતા છે કે એનાથી સુખ-સમૃદ્ધિ, ધન, જ્ઞાન, બુદ્ધિ અથવા શુભ લાભનું આગમન નહિ હોય છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર દુકાન કે ઓફિસના પૂજા રૂમમાં હંમેશા ભગવાન ગણેશ, માતા સરસ્વતી અને માતા લક્ષ્મીનું ઊભું ચિત્ર હોવું જોઈએ. આ વાતનું પણ ધ્યાન રાખો કે પૂજા ઘરમાં ક્યારેય અંધકાર ન હોવો જોઈએ. આ સ્થળોએ પ્રકાશ હોવો જોઈએ. મંદિરની આસપાસ ભીનાશ ન હોવી જોઈએ, તેનાથી વેપારમાં આર્થિક નુકસાન થાય છે.