Site icon Revoi.in

તહેવારમાં મીઠાઈ ખાઈને વધી ગયું છે સુગર,તો આ રીતે કરો કંટ્રોલ

Social Share

આપણા દેશમાં તહેવાર એટલે કે મીઠાઈનો ખાવાની પરંપરા, એવુ માનવામાં આવે છે કે તહેવારના સમયમાં એકબીજાને મીઠાઈ ખવડાવવાથી સંબંધોમાં પણ મીઠાસ રહે છે પણ જો વાત કરવામાં આવે સુગર લેવલની તો તહેવારમાં મીઠાઈ ખાઈને કેટલાક લોકોનું સુગર વધી જતું હોય છે અને થોડી મુશ્કેલી પણ આવતી હોય છે આવામાં સુગરને કંટ્રોલ પણ કરવું જોઈએ.

બીટ ઘણા પોષક તત્વોથી ભરપૂર બીટમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે અને તે સુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમાં ફોલેટ હોય છે, જે રક્તવાહિનીઓને નુકસાન થવાનું જોખમ ઘટાડે છે. તેમાં હાજર નાઈટ્રિક ઓક્સાઈડ નામનું કેમિકલ બ્લડ સુગર લેવલને પણ કંટ્રોલ કરે છે. તેની કુદરતી ખાંડ ગ્લુકોઝમાં પરિવર્તિત થાય છે, તેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ ગણાય છે.

આ ઉપરાંત જો વાત કરવામાં આવે લસણ અને મેથીના દાણાની તો મેથીના દાણા શુગરને કંટ્રોલ કરવા માટે આયુર્વેદમાં ઘણી પદ્ધતિઓ જણાવવામાં આવી છે. આયુર્વેદ અનુસાર મેથીના દાણા સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓનો ઈલાજ છે. તેમાં પ્રોટીન, ચરબી, કાર્બોહાઈડ્રેટ્સ, કેલ્શિયમ, આયર્ન, ફોલિક એસિડ, વિટામીન A, C, K, B, મેંગેનીઝ, મેગ્નેશિયમ, પોટેશિયમ, કોપર, ઝીંક અને ફાઈબર હોય છે. રાત્રે પલાળેલી મેથીના દાણાનું પાણી ગાળીને પીવું જોઈએ અને લસણને હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અસરકારક માનવામાં આવે છે. સાથે જ આ લસણ હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા ઉપરાંત બ્લડ સુગર લેવલને પણ કંટ્રોલ કરે છે.

ઉલ્લેખનીય છે કે આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.