Site icon Revoi.in

મધ્યપ્રદેશઃ સારો ડાન્સર નહીં બની શકતા કિશોરની આત્મહત્યા, PM મોદીને અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા વિનંતી કરી

Social Share

ભોપાલઃ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક 16 વર્ષિય કિશોર સારો ડાન્સર ના બની શકતા તેણે આત્મહત્યા કરીને જીવનલીલા સંકેલી લીધી હતી. જો કે, તેની અંતિમ ચિઠ્ઠી મળી હતી. જેમાં તેણે પીએમ મોદી પોતાની અંતિમ ઈચ્છા પુરી કરવા વિનંતી કરી છે. કિશોરે કથિત અંતિમ ચિઠ્ઠીમાં પીએમ મોદીને એક મ્યુઝીક વીડિયો બનાવવા વિનંતી કર છે. અંતિમ ચિઠ્ઠીમાં તેણે કહ્યું હતું કે, વીડિયોમાં જાણીતા ગાયક અરિજીત સિંહ ગાય અને ડાંસ નેપાળની આર્ટિસ્ટ સુશાંત ખત્રી કોરિયોગ્રાફ કરે. કિશોરે ચિઠ્ઠીમાં લખ્યું છે કે, આ મ્યૂઝિક વીડિયો મારી આત્મને શાંતિ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા વિનંતી કરી છે.

પ્રાપ્ત માહિતી અનસાર ધો-11માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગ્વાલિયર શહેરના કેન્સર હોસ્પિટલ વિસ્તારમાં રહેતો હતો. ઝાંસી રોડ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અધિકારી સંજીવ નારાયણ શર્માએ જણાવ્યું હતું કે, કિશોરે રાતના સમયે ટ્રેનની નીચે પડતું મુકીને જીવન ટુંકાવ્યું છે. કિશોર પાસેથી એક ચિઠ્ઠી મળી હતી. જેમાં લખ્યું હતું કે, હું એક સારો ડાન્સર ના બની શક્યો, કારણ કે મારા મિત્રો અને પરિવારજનોએ મદદ કરી ન હતી. મારા મોત બાદ બાદ મ્યુઝીક વીડિયો બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કિશોરની આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા તપાસ આરંભી છે. કિશોરની આત્મહત્યાને પગલે તેના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પોલીસે કિશોરના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો હતો.