Site icon Revoi.in

સુપર હિટ ફિલ્મ ‘કાંતારા’ હવે હિન્દીમાં પ્રાઈમ વીડિયો  પર રિલીઝ નહી થાય – આ ઓટીટી પ્લેટફોર્મને વેચાયા રાઈટ્સ

Social Share

મુંબઈઃ-   કન્નડ સિનેમાની કાંતારા ફિલ્મે સિનેમાઘરોમાં ધમાલ મચાવી છે રિલીઝ થયાના ઘણા દિવસો બાદ પણ ફિલ્મ હીટ જઈ રહી છે,ફિલ્મને સતત દર્શકો મળી રહ્યા છે.આ ફિલ્મ હિન્દીમાં પણ ઘીમ મચાવી રહી છે ત્યારે હવે હિન્દી પ્રાઈમ વીડિયો ઓટીટી પર આ ફિલ્મ રિલીઝ થવાની હતી જે હવે નહી થાય

જાણકારી પ્રમાણે આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ તો થશે પરંતુ તે હવે નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે ,ફિલ્મના હિન્દી રાઈટ્સ નેટફ્લિક્સને વેચવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે કાંતારા મૂવીનું હિન્દી વર્ઝન થિયેટરોમાં રિલીઝ થઈ ગયું છે, પરંતુ ઘણા લોકો તેની OTT રિલીઝની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જાણકારી પ્રમાણે  મેકર્સે ફિલ્મનું હિન્દી વર્ઝન એમેઝોન પ્રાઇમ વિડિયોને નહીં, પણ નેટફ્લિક્સને વેચ્યું છે.

‘કંતારા’  અનેર ભાષાઓમાં ઓટીટી રિલીઝ થઈ છે જો કે અત્યાર સુધી હીન્દીમાં ઓટીટી પર આવી નથી  , એકથી વધુ ભાષામાં ઓટીટી પર રિલીઝ થયેલી સાઉથની ફિલ્મમાં કન્નડ કાંતારાનો પણ સમાવેશ થાય છે. આ પહેલા 777 ચાર્લીનું કન્નડ વર્ઝન વૂટ સિલેક્ટ પર રિલીઝ કરવામાં આવ્યું હતું, પરંતુ બાકીના વર્ઝન એમેઝોન પ્પરાઈમ વીડિયો પર આવ્યા હતા. 777 ચાર્લીની તમિલ, તેલુગુ, હિન્દી અને મલયાલમ આવૃત્તિઓ પણ કન્નડ OTT રિલીઝના બે મહિના પછી આવી. કિચ્ચા સુદીપના ‘વિક્રાંત રોના’નું કન્નડ વર્ઝન જી 5 પર રિલીઝ થયું હતું, જ્યારે અન્ય તમામ વર્ઝન ડિઝની પ્લસ હોટસ્ટાર પર આવ્યા હતા.ત્યારે હવે આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.ઘણા સમયથી હિન્દી સિનેમાના દર્શકો કાંતારાનું હિન્દી વર્ઝન ઓટીટી પર જોવા માટે આચુરતાથી રાહ જોઈ રહ્યા છે.