Site icon Revoi.in

સુપરસ્ટાર અમિતાભ બચ્ચન શુક્રવારે જુનાગઢ,સોમનાથ અને દ્વારકાની મુલાકાત લેશે

Social Share

રાજકોટઃ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ફરી એકવાર ગુજરાત પ્રવાસે શુક્રવારે આવી રહ્યા છે. જોકે આ વખતે તેઓ કોઈ જાહેરાત કે બીજા કોઈ હેતુથી નહીં પરંતુ સૌરાષ્ટ્રના ધાર્મિક પ્રવાસે આવી રહ્યા છે. અમિતાભ બચ્ચનની આધ્યાત્મિક ટુર ગીરનાર તીર્થ ક્ષેત્રની બની રહેશે.  બચ્ચન ભવનાથ તળેટીમાં આવેલા ગૌરખનાથ આશ્રમની મુલાકાત સાથે ભવનાથ મંદિર મહાદેવના દર્શન, ગિરનાર પર્વત પર અંબાના દર્શન અને જૉ રોપ વે શરૂ હશે તો ત્યાં પણ જશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  સુપરસ્ટાર  અમિતાભ બચ્ચન શુક્રવારે ચાર્ટડ પ્લેનમાં શુક્રવારે કેશોદ પહોંચશે. કેશોદ એરપોર્ટથી કાર માર્ગે જુનાગઢ આવશે, અને ત્યારબાદ સોમનાથ અને દ્વારકા પણ જશે. છેલ્લે જામનગરથી ફરી મુંબઈ જવા રવાના થશે. ખુશ્બુ ગુજરાતની એડ કેમ્પેઇન બાદ ફરી બીગ બી સૌરાષ્ટ્રના ધર્મ સ્થાનોની મુલાકાતે આવી રહ્યા છે.

સૂત્રોના કહેવા મુજબ અમિતાભ બચ્ચન  જૂનાગઢના ભવનાથ ખાતે આવેલા ગોરખનાથ આશ્રમ ખાતે અમિતાભ બચ્ચન મુલાકાત લઈને શેરનાથ બાપુના આશીર્વાદ લેશે. જો કે આશ્રમ તરફથી હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચનનો ગુજરાત સાથે વર્ષો જુનો સંબંધ છે. ગુજરાતના પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે તેમણે કુછ દિન તો ગુજારીએ ગુજરાત મે અભિયાનમાં કામ કર્યું હતું. આ અભિયાનના શૂટિંગ માટે તેઓ ઘણીવાર ગુજરાત આવ્યા હતા. હવે ફરી મેગા સ્ટાર ગુજરાત આવી રહ્યા છે. અમિતાભ બચ્ચને ગુજરાત ટૂરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કચ્છ, અંબાજી, અમદાવાદ જેવા ઘણા શહેરોના પ્રવાસન સ્થળને  પ્રમોટ  કરી ચૂક્યા છે. ત્યારે ઘણા લાંબા સમય બાદ અમિતાભ બચ્ચન જૂનાગઢ આવવાના હોવાથી તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. અમિતાભ બચ્ચન સપરિવાર આશ્રમની મુલાકાત લેવાના છે ત્યારે તેમની સાથે કોણ કોણ આવશે તે અંગે વિવિધ અટકળો થઈ રહી છે.

ભવનાથ સ્થિત ગુરૂ ગોરખનાથ આશ્રમ ખાતે શેરનાથ બાપુની નિશ્રામાં ઘણો મોટો ભંડારો ચાલે છે. જૂનાગઢ અને ભવનાથ તળેટીમાં આવતા લોકો ગોરક્ષનાથ આશ્રમમાં દર્શન કરવાનું ચૂકતા નથી. કહેવાય છે કે અહીં છેલ્લા 60 થી 70 વર્ષોથી ભંડારો ચાલે છે.

 

Exit mobile version