Site icon Revoi.in

દિલ્હી આપ સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનના વચગાળાના જામીન 6 નવેમ્બર સુધી સુપ્રિમ કોર્ટે લંબાવ્યા

Social Share

દિલ્હીઃ- છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીના પૂર્વમંત્રી સત્યેન્દ્ર જૈન કોર્ટના ઘક્કા ખાઈ રહ્યા છે મની લોન્ડિરિંગ કેસમાં તેઓ ફસાયા છએ ત્યારે આજરોજ ગુરુવારે સુપ્રીમ કોર્ટે આપ સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની વચગાળાની જામીન 6 નવેમ્બર સુધી લંબાવી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે સુપ્રીમ કોર્ટે તબીબી આધાર પર જૈનની વચગાળાની જામીન લંબાવી છે. હાલ સત્યેન્દ્ર જૈન વચગાળાના જામીન પર છે.હવે સત્યેન્દ્ર જૈનના રેગ્યુલર જામીન પર સુપ્રીમ કોર્ટમાં 6ઠ્ઠી નવેમ્બરે સુનાવણી હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે 26 મેના રોજ ખરાબ સ્વાસ્થ્યને કારણે દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને 6 અઠવાડિયાના વચગાળાના જામીન આપ્યા હતા. જે બાદ એપોલો હોસ્પિટલમાં સત્યેન્દ્ર જૈનનું લોઅર સ્પાઇનનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારથી તે સતત જામીન પર છે.

આ અગાઉ  24 ઓગસ્ટ, 2017ના રોજ, સીબીઆઈએ સત્યેન્દ્ર જૈન, પૂનમ જૈન, અજીત પ્રસાદ જૈન, સુનિલ કુમાર જૈન, વૈભવ જૈન અને અંકુશ જૈન વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધી હતી. આ એફઆઈઆરના આધારે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સત્યેન્દ્રની ધરપકડ કરી હતી ત્યારથી તેઓ કોર્ટના ચક્કર કાપી રહ્યા છે.

Exit mobile version