Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટનો મહિલાઓને લઈને મહત્વનો નિર્ણય – અવિવાહીત મહિલાઓને પણ પરણિત મહિલાઓની જેમ ગર્ભપાતનો અધિકાર

Social Share

દિલ્હીઃ દેશની મહિલાઓને લઈને  સુપ્રીમ કોર્ટે આજે  મોટો ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. ગર્ભપાતના મામલે સુપ્રીમ કોર્ટે આજરોજ  ગુરુવારે કહ્યું હતું કે, તમામ મહિલાઓ પરણિત કે એપરિણીત હોય ભારતમાં સુરક્ષિત અને કાયદેસર ગર્ભપાત માટેનો અધિકાર ધરાવે છે.આ અધિકારમાં મહિલા પરિણીત છે કે અપરિણીત છે તેનાથી કોઈ ફરક પડતો નથી.

ઉલ્લેખનીય છે કે આ નિર્ણય મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી એક્ટમાં સુપ્રીમ કોર્ટે સુધારો કરીને લીધો છે આ સુધારો કરતાં કોર્ટ એ કહ્યું કે પરિણીત મહિલાની જેમ અવિવાહિત મહિલાને પણ  24 અઠવાડિયામાં  ગર્ભપાત કરવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે આ નિર્ણય એમટીપી એક્ટ અને તેનાથી સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા બાદ સંભળાવ્યો છે.

આજરોજ ગુરુવારે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની ખંડપીઠે કહ્યું હતું કે અપરિણીત મહિલાને અનિચ્છનીય ગર્ભાવસ્થાનો ભોગ બનવાની મંજૂરી આપવી એ મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી એક્ટના ઉદ્દેશ્ય અને ભાવનાની વિરુદ્ધ છે. આ સહીત  કોર્ટે એનમ પણ કહ્યું કે  વર્ષ 2021 ના સુધારા બાદ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટની કલમ-3માં પતિની જગ્યાએ પાર્ટનર શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

એઈમ્સના ડિરેક્ટરને એક મેડિકલ બોર્ડની રચનાનો આપ્યો આદેશ

આ કાયદામાં અપરિણીત મહિલાઓને આવરી લેવાના કાયદાકીય હેતુને પ્રતિબિંબિત કરે છે. તે જ સમયે, કોર્ટે એઈમ્સના ડિરેક્ટરને એક મેડિકલ બોર્ડની રચના પણ કરવા જણાવ્યું છે જે એ વાતનું ધ્યાન રાખશે કે ગર્ભપાત કરવાથી મહિલાને જોખમ છે કે નહીએટલે કે હવે મહિલાઓએ એ  સુપ્રીમ કોર્ટે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી રૂલ્સના નિયમ 3-બીનો વિસ્તાર કર્યો છે.જેમ કે  અત્યાર સુધી માત્ર પરિણીત મહિલાઓને જ 20 અઠવાડિયાથી વધુ અને 24 અઠવાડિયાથી ઓછા સમય માટે ગર્ભપાત કરવાનો અધિકાર હતો જે હવે અપરણિત મહિલા માટે પણ સમાન સાબિત થશે