Site icon Revoi.in

કોરોનાના કહેર જોતા સુપ્રીમ કોર્ટએ પોતાના આદેશમાં વકીલોને વર્ચ્યુઅલ રીતે હાજર રેહવાની છૂટ આપી

Social Share

દિલ્હીઃ- દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે હવે સુપ્રીમ કોર્ટ એ મહત્વની વાત જ઼કરી છએ કોરોનાના વધતા કેસોને  ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય ચંદ્રચુડે આજરોજ બુધવારે કહ્યું કે દેશમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા કેસોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટ વીડિયો કોન્ફરન્સ દ્વારા વકીલોની દલીલો સાંભળવા તૈયાર છે.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને વકીલોને વર્ચ્યુઅલ રીતે કોર્ટમાં હાજર રહેવાની મંજૂરી આપી છે.  સીજેઆઈ એ કહ્યું, ‘સમાચાર પત્રના અહેવાલો દર્શાવે છે કે કોરોનાના કેસ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, જો વકીલો કોર્ટમાં વર્ચ્યુઅલ રીતે હાજર થવા માંગતા હોય, તો તેઓ આમ કરી શકે છે. તેઓ હાઇબ્રિડ મોડમાં પણ કામ કરી શકે છે.

ચીફ જસ્ટિસ ચંદ્રચુડ અને જસ્ટિસ જે. બી. પારડીવાલાએ જણાવ્યું હતું કે કોર્ટ વકીલોને ‘હાઇબ્રિડ મોડ’માં એટલે પરિસરમાં અથવા ઓનલાઈન મોડ દ્વારા હાજર થવા દેવા માટે તૈયાર છે. ચીફ જસ્ટિસે કહ્યું કે અમે તમારી દલીલો વીડિયો કોન્ફરન્સ દ્વારા સાંભળી શકીએ છીએ.

ઉલ્લેખનીય છે કે  છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, પુડુચેરી અને રાજસ્થાનમાં એક-એક કોરોના સંક્રમિત વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. આજરોજ સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, ભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસના સંક્રમણના 4,435 નવા કેસ સામે આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.