Site icon Revoi.in

31 જુલાઈ સુધી ઘોરણ 12 નું પરિણામ જાહેર કરવા દરેક રાજ્ય બોર્ડને સુપ્રીમ કોર્ટનો આદેશ

Social Share

 

દિલ્હીઃ- વિતેલા વર્ષથી જ દેશભરમાં કોરોના મહામારીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, જેને લઈને શિક્ષણ ક્રાય. પણ પ્રભાવિત બન્યું છે, મોટા ભાગના રાજ્યોમાં ઘોરણ 12ની પરિક્ષઆઓ રદ કરવામાં આવી હતી, ત્યારે હાલ કેટલાક રાજ્યોમાં તેના પરિણામો જાહેર કરી દેવાયા છે,તો કેટલાક રાજ્યોમાં હજી પણ બાકી છે.

આ બાબતને લઈને હવે સુપ્રીમકોર્ટ એ કડક વલણ દાખ્વયું છે, સુપ્રીન કોર્ટ એ દરેક રાજ્યોને આદેશ આપ્યા છે કે, 31 જુલાઈ સુધી દરેક રાજ્યો ઘોરણ 12ના પરિણામો જાહેર કરે,આ સાથએ જ કહેવામાં આવ્યું છે કે જે રાજ્યોએ અત્યાર સુધી આંતરિક મૂલ્યાંકનની સ્કીમ તૈયાર કરી નથી તેના માટે હજી પણ 10 દિવસનો સમય છે.

આ પહેલા  સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, તેમની એવી યોજના છે કે વર્ગ 12 ના વિદ્યાર્થીઓ માટે મૂલ્યાંકનનાં માપદંડ વર્ગ 10 અને 11 ના પરિણામનાં આધારે  રખાશે. સીબીએસઇએ જણાવ્યું હતું કે 12 મા કુલ ગુણ પહેલાની પરીક્ષાઓના પ્રદર્શનના આધારે અપાશે. બોર્ડે કહ્યું હતું કે 31 જુલાઈ સુધીમાં પરિણામ જાહેર કરવામાં આવશે.

જોકે હવે સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય બોર્ડને 31 મી જુલાઈ સુધીમાં 12 માના પરિણામ જાહેર કરવા આદેશ આપ્યો છે, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન પછી, કાઉન્સિલ ફોર ઘ ઈન્ડિયન સ્કુલ સર્ટિફિકેટ અગ્ઝામિનેશન એ જાહેરાત કરી કે તે તેના પરિણામ 31 મી જુલાઈ 2021 સુધીમાં

ઉલ્લેખનીય છે કે, આઈસીએસઈનું કહેવું છે કે પરિણામ 20 જુલાઈને બદલે 31 જુલાઇ પહેલા જાહેર કરવામાં આવશે. તે જ સમયે, આઈએસસી પરિણામ 2021 (સીઆઈએસસીઇ આઈએસસી પરિણામ 2021) ની તૈયારીમાં, 12 મા વર્ગ તેમજ 11 મા વર્ગના આંતરિક ગુણ પણ ઉમેરવામાં આવી શકે છે.

 

Exit mobile version