Site icon Revoi.in

સુરતના વેપારી-ઉદ્યોગપતિને મળશે રાહતઃ વધુ પાંચ હવાઈ સેવા શરૂ કરાશે

Social Share

અમદાવાદઃ સુરતને હીરા અને કાપડ ઉદ્યોગનું હબ ગણવામાં આવે છે. કોરોનાને કારણે સુરતના વેપાર-ઉદ્યોગને માઠી અસર પડી છે. જો કે, હવે ધીમે-ધીમે વેપાર-ધંધા શરૂ થઈ રહ્યાં છે. ઉદ્યાગપતિએ વેપારીઓને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં વધુ પાંચ જેટલી ફ્લાઈટ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સુરતથી જયપુરની ડેઈલી ફ્લાઈટ શરૂ કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર સ્પાઇસ જેટ દ્વારા સુરતથી જયપુરની ડેઈલી ફ્લાઈટ શરૂ થશે તેની સાથે પુણે, હૈદરાબાદ, બેંગ્લુરુ, અને જબલપુરની ફ્લાઈટ સેવા પણ શરૂ કરાશે, સુરતમાં ફ્લાઈટ સેવામાં વધારો કરાતા સુરતવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે. કોરોના કાળમાં ઉદ્યાોગ ધંધા પર માઠી અસર થઈ હતી તેમજ ફ્લાઈટ સેવામાં પણ તેની અસર જોવા મળી હતી. હવે જ્યારે કોરોના સંક્રમણ ઓછું થયું છે ત્યારે સુરતમાં વધુ ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવશે. આ ફ્લાઈટ સેવા 16 અને 17 જૂલાઈ બાદ શરૂ કરવામાં આવનાર છે. સુરતથી હાલ અને ડોમેસ્ટીગ ફ્લાઈટ સેવા ચાલી રહી છે. ત્યારે હવે વધુ પાંચ સેવાનો લાભ મળશે.