Site icon Revoi.in

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ પેપરલેસ રાખવાનો નિર્ણય

Social Share

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં કોર્પોરેશનનું બજેટ આ વર્ષે પેપરલેસ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્થાયી સમિતિના સભ્યોને બજેટની ફીજીકલ કોપીને પેન ડ્રાઈવમાં આપવામાં આવશે. પાલિકાએ દરેક કોર્પોરેટરોને લેપટોપ આપ્યા છે. જેથી તેઓ લેપટોપમાં બજેટને જોઈને ચર્ચા કરી શકશે.

સુરત મહાનગપાલિકાની સ્થાયી સમિતિમાં ડ્રાફ્ટ બજેટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સુરત મ્યુનિ.ના સ્થાયી સમિતિના બજેટમાં પહેલી વાર સ્થાયી સમિતિના તમામ સભ્યોને બજેટની હાર્ડ કોપી નહીં આપવાનો નિર્ણય કર્યો છે. બજેટની સ્થાયી સમિતિ માટે જે એજન્ડા કાઢવામાં આવ્યો છે તેમાં જ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સભામા આવનાર સભ્યોએ લેપટોપ અને પેન ડ્રાઈવ લઈને આવવાનું રહેશે. આ પેન ડ્રાઈવમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તથા ડ્રાફ્ટ બજેટની કોપી આપવામાં આવશે. જેના કારણે સ્થાયી સભ્યોએ પાલિકાએ આપેલા લેપટોપનો ઉપયોગ કરીને બજેટ માટેની ચર્ચા કરવી પડશે. આમ પાલિકાએ પહેલી વાર સ્થાયી સમિતિની બજેટની સભા પેપર લેસ કરવાનો પ્રયાસ કર્યો છે. તેવી જ રીતે આગામી બજેટની સામાન્ય સભા પણ પેપર લેસ કરવા માટે પાલિકા તત્ર આયોજન કરી શકે છે. જો પાલિકા તંત્ર બજેટની સામાન્ય સભા પેપર લેસ કરશે તો પાલિકાએ આપેલા લેપટોપનો સાચો ઉપયોગ કર્પોરેટરો કરશે.