Site icon Revoi.in

સુરોની મલ્લિકા આશા ભોંસલેનો આજે 88 મો જન્મદિવસ,10 વર્ષની ઉંમરે ગાવાનું કર્યું હતું શરૂ

Social Share

મુંબઈ:સુરોની મલ્લિકા આશા ભોંસલે આજે પોતાનો 88 મો જન્મદિવસ ઉજવી રહી છે. દર વર્ષે આશા ભોંસલે તેનો જન્મદિવસ તેના પરિવાર સાથે ઉજવે છે. તેના જન્મદિવસ પર બધા ઘરે ભેગા થાય છે. આશા ભોંસલેએ ફિલ્મોમાં પહેલું ગીત ચુનરિયા ગાયું હતું. તેણે આ ગીત ઝોહરાબાઈ અંબાલેવાળી અને ગીતા દત્ત સાથે ગાયું હતું. આશા તાઈએ 10 વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું.

આશા તાઈએ પોતાની ગાયકી કારકિર્દીમાં અત્યાર સુધી હજારો ગીતો ગાયા છે. આશા તાઈ સિંગિંગ સાથે અભિનયમાં પણ હાથ અજમાવ્યો છે. તેણે માય ફિલ્મમાં અભિનય કર્યો હતો. આજે, આશા તાઈના જન્મદિવસે અમે તમને તેના સદાબહાર ગીતો વિશે જણાવીએ, જે આજે પણ દરેકના હોઠ પર છે.

એક પરદેશી મેરા દિલ લે ગયા

ફિલ્મ ફાગુનનું આ ગીત સુપરહિટ સાબિત થયું. આ ગીત આશા ભોંસલે અને મોહમ્મદ રફીએ ગાયું હતું. આ ગીતના રીમિક્સ પણ આવ્યા પરંતુ ઓરીજનલનો કોઈ મુકાબલો ન રહ્યો.

દિલ ચીઝ ક્યાં હૈ

જ્યારે પણ ફિલ્મ ઉમરાવ જાનનું નામ લેવામાં આવે છે ત્યારે દરેકને ગીત દિલ ચીઝ ક્યા હૈ યાદ આવે છે. આ ગીત આશા ભોંસલેએ ગાયું હતું અને રેખા પર ફિલ્માવવામાં આવ્યું હતું.

દમ મારો દમ

ફિલ્મ હરે કૃષ્ણ હરે રામનું ગીત દમ મારો દમ પરવીન બોબી પર ફિલ્માવવામાં આવ્યું હતું. દરેક વ્યક્તિને આ ગીત ખૂબ ગમે છે. આ ગીતનું રીમિક્સ પણ આવ્યું પરંતુ ઓરીજનલ ગીત સાથે કોઈ મુકાબલો ન થાય.

કહ દૂ તુમ્હે

ફિલ્મ દીવાર સુપરહિટ સાબિત થઈ. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, નીતુ સિંહ, શશી કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ગીત શશી કપૂર અને નીતુ કપૂર પર ફિલ્માવવામાં આવ્યું હતું.

ઇન આંખો કી મસ્તી મેં

રેખા પર ફિલ્માવાયેલું આ ગીત આશા ભોંસલેએ પણ ગાયું હતું. આ ફિલ્મ ઉમરાવ જાનનું ગીત છે. તેમનું આ ગીત હજુ પણ લોકોની પ્લે લિસ્ટમાં સામેલ છે.