Site icon Revoi.in

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે યોજાશે સૂર્ય નમસ્કાર સ્પર્ધા, ત્રણ વય જુથના સ્પર્ધકો ભાગ લેશે

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લાના મુખ્ય મથક સુરેન્દ્રનગર ઉપરાંત તમામ તાલુકા મથકો પર આજે તા.23મીને શનિવારે સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાશે. સૂર્યનમસ્કાર સ્પર્ધા 9થી 18 વર્ષ, 19થી 40 વર્ષ અને 41 વર્ષથી ઉપર એમ કુલ ત્રણ વય જૂથોમાં યોજાશે. સ્પર્ધકોએ નિર્ણાયકો સમક્ષ 10 મિનિટમાં 15 સૂર્ય નમસ્કાર પ્રસ્તુત કરવાના થશે.

યોગને વિશ્વસ્તરીય બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને આગળ વધારવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર – મહા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત આજે સુરેન્દ્રનગર જિલ્લામાં સવારે 8 કલાકથી તાલુકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધાઓ યોજાશે, જેમાં ધ્રાંગધ્રા તાલુકાની સ્પર્ધા શિશુકુંજ, નગરપાલિકા સામે,ધ્રાંગધ્રા,  વઢવાણ તાલુકાની સ્પર્ધા શ્રીમતી એમ.ટી દોશી સાર્વજનિક સ્કુલ ખાતે, લખતર તાલુકામાં ભાવગુરુ, લખતર રેલવે સ્ટેશન પાસે, લીંબડી તાલુકામાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, લીંબડી રેલવે સ્ટેશન પાસે, સાયલા તાલુકામાં સાર્વજનિક વિદ્યાલય ખાતે, ચોટીલા તાલુકામાં જે.યુ શાહ સ્કૂલ ખાતે, થાનગઢ તાલુકામાં મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખાતે, મુળી તાલુકામાં તેજેન્દ્ર પ્રસાદજી હાયર સેકન્ડરી સ્કુલ ખાતે, ચુડા તાલુકામાં સી.ડી કપાસી હાઈસ્કૂલ ખાતે તેમજ પાટડી તાલુકામાં સુરજ મલજી હાઇસ્કુલ ખાતે કાર્યક્રમમાં યોજાશે.

ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં આજે 10 તાલુકાઓમાં તેમજ ધ્રાંગધ્રા, વઢવાણ, લીંબડી, ચોટીલા, થાનગઢ અને પાટડી આ 6 નગરપાલિકામાં પણ તાલુકા કક્ષાની સૂર્યનમસ્કાર સ્પર્ધા 9થી 18 વર્ષ, 19થી 40 વર્ષ અને 41 વર્ષથી ઉપર એમ કુલ ત્રણ વય જૂથોમાં યોજાશે. સ્પર્ધકોએ નિર્ણાયકો સમક્ષ 10 મિનિટમાં 15 સૂર્ય નમસ્કાર પ્રસ્તુત કરવાના થશે.