Site icon Revoi.in

શ્રીલંકા સામેની T-20 સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો, સૂર્યકુમાર અને દીપક ચહર ઈજાગ્રસ્ત

Social Share

નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝને વન-ડે બાદ ટી-20ની સીરિઝમાં પરાજ્ય આપ્યા બાદ ટીમ ઈન્ડિયા હવે શ્રીલંકા સામે ટી-20 અને ટેસ્ટી સીરિઝ રમશે. તેમજ તા. 24મી ફેબ્રુઆરીના રોજ બંને ટીમ વચ્ચે પ્રથમ ટી-20 મેચ રમાશે. જો કે, તે પહેલા ટીમ ઈન્ડિયાને એક સાથે બે ઝાટકા લાગ્યાં છે. મીટલ ઓર્ડરમાં મહત્વના બેસ્ટમેન ગણાતા સૂર્યકુમાર યાદવ અને દીપક ચહર ઈજાના કારણે શ્રીલંકા સામેની પ્રથમ ટી-20માં ટીમ ઈન્ડિયાનો હિસ્સો નહીં બની શકે.

સુત્રોના જણાવ્યા અનુસાર વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી ટી-20 દરમિયાન ફિલ્ડીંગ કરતી વખતે સૂર્યકુમાર યાદવને ઈજા થઈ હતી. એવુ મનાય છે કે, તેમને હાથમાં ફ્રેકચર થયું છે. જ્યારે દીપક ચહરને બોલિંગ દરમિયાન ઈજા થઈ હતી. જેથી બંને ખેલાડીઓ ટીન ઈન્ડિયાનો હિસ્સો નહીં બને.

ભારત અને શ્રીલંકા વચ્ચે તા. 24મી ફેબ્રુઆરીના રોજ પ્રથમ ટી-20 મેચ લખનૌમાં રમાશે. જ્યારે 26મી ફેબ્રુઆરી અને 27મી ફેબ્રુઆરીના રોજ બીજી અને ત્રીજી ટી-20 મેચ રમાશે. બંને ટી-20 મેચ ધર્મશાળામાં રમાશે. આ ઉપરાંત બંને ટીમ વચ્ચે બે ટેસ્ટ મેચ પણ રમાશે. 4 એપ્રિલથી 8મી માર્ચ સુધી મોહાલીમાં પ્રથમ અને તા. 12થી 16 માર્ચ સુધી બેંગ્લોરમાં બીજી ટેસ્ટ મેચ રમાશે.

Exit mobile version