Site icon Revoi.in

સુસ્મિતા સેન ફરી સિંહણની જેમ ગર્જના કરતી જોવા મળશે – ‘આર્યા 3’ રિલીઝની તૈયારીમાં

Social Share

મુંબઈઃ- વેબસિરીઝ આર્યાનું નામ સાંભળતા જ દર્શકોની આંખો સામે સુસ્મિતા સેનનો ચહેરો તરી આવે છે,પોતાના બાળકો માટે સિંહણની જેમ ગર્જના કરતી સુસ્મિતાની વેબસિરીઝ આર્યા 1 અને 2 ખૂબ પ્રચલીત બની છે ત્યારે હવે દર્શકો પાર્ટ 3ને લઈને ઉત્સુક છે તેવી સ્થિતિમાં હવે આર્યા 3 રિલીઝની તૈયારીમાં જોવા મળે છે.

‘આર્યા’ વેબસીરીઝ મૂળ રૂપે ડચ સીરીઝ ‘પિનોઝા’ની રિમેક છે. આ સીરીઝની પહેલી સીઝનથી જ સુસ્મીતા સેને આર્યાની ભૂમિકા ભજવી છે,. બીજી સીઝનમાં આર્યાની જર્ની દર્શાવાઈ છે, જેમાં તે એક બિલકુલ અજાણ્યા માહોલમાં ફસાઈ જાય છે. જેમાં તેના ત્રણ બાળકોની સાથે સાથે માનો સંઘર્ષ પણ દર્શાવાયો છે.હવે આ રિસીઝનો 3જો ભાગ પણ આવાની તૈયારીમાં છે.

 આ સીરીઝના ડાયરેકટર રામ માધવાનીએ ‘આર્યા’ની ત્રીજી સીઝનની જવાબદારી લીધી છે. સુસ્મીતા સેને ‘આર્યા-3’ ને લઈને ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ શેર  છે-  આ પોસ્ટ શેર કરતા લખ્હયું છે કે સિંહણ નવી સફર માટે તૈયાર છે.

એક ઈન્ટરવ્યુમાં  સેન કહે છે, “આ આર્યા સરીન માટે નવી સવાર છે અને તે ઉગ્ર છે. સીઝન 3 માં, તે એવા સ્થાનો પર જઈ રહી છે અને તેના ભૂતકાળના અવરોધોથી મુક્ત પોતાની વાર્તા શરૂ કરી રહી છે.ડચ ડ્રામા સિરીઝ પેનોઝા પર આધારિત, ક્રાઇમ-થ્રિલર આર્યાની આસપાસ ફરે છે, જે માફિયા ગેંગમાં જોડાય છે અને તેના પતિની હત્યાનો બદલો લેવા ડોન બની જાય છે.

 

Exit mobile version