Site icon Revoi.in

સ્વચ્છ ભારત મિશનઃ સમગ્ર દેશમાં 11.5 કરોડથી વધારે ઘરોએ બનાવાયા શૌચાલય

Social Share

નવી દિલ્હીઃ જનભાગીદારીએ દેશના વિકાસમાં નવી ઊર્જા પ્રદાન કરી છે અને સ્વચ્છ ભારત અભિયાન તેનું ઉદાહરણ છે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, શૌચાલયનું નિર્માણ હોય કે કચરાનો નિકાલ હોય, વારસાની જાળવણી હોય કે સ્વચ્છતા માટેની સ્પર્ધા હોય, દેશ આજે સ્વચ્છતાના ક્ષેત્રમાં નવી વાર્તાઓ લખી રહ્યો છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું હતું કે, “લોકભાગીદારી દેશના વિકાસમાં કઈ રીતે નવી ઊર્જા ભરી શકે છે, સ્વચ્છ ભારત અભિયાન તેનો સીધો પુરાવો છે. શૌચાલયનું નિર્માણ હોય કે કચરાનો નિકાલ, ઐતિહાસિક વારસાની જાળવણી હોય કે સ્વચ્છતા માટેની સ્પર્ધા હોય, દેશ આજે સ્વચ્છતાના ક્ષેત્રમાં નવી વાર્તાઓ લખી રહ્યો છે.”

દેશમાં તમામ ગામ અને શહેરો ખુલ્લામાં શૌચ મુક્ત બન્યાં છે. 11.5 કરોડથી વધારે ઘરોમાં શૌચાલય બનાવીને ગરીમાપૂર્ણ જીવન સુનિશ્ચિત કર્યું છે. 58 હજારથી વધારે ગામ અને 3300 થી વધારે શહેર ઓડીએફ પ્લસ બન્યાં છે. ગામ અને શહેરોમાં 8.2 લાખથી વધારે સામુદાયિક સ્વચ્છતા પરિસરોનું નિર્માણથી અનેક સ્થળો ઉપ શૌચાલય ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી છે. 2.5 લાખ કચરો સંગ્રહણ ગાડીઓ દ્વારા 87 હજારથી વધારે શહેરી વોર્ડમાં ડોર સ્ટેપ કચરો સંગ્રહણ કરાય છે. ગોબરધન યોજના હેઠળ 232 જિલ્લામાં 350થી વધારે બાયોગેસ પ્લાન્ટ બનાવીને છાણના યોગ્ય ઉપયોગ, કચરામાં કંચનનું ઉતકૃષ્ટ ઉદાહરણ છે.