Site icon Revoi.in

તાજનગરી આગરાની આબોહવા બની પ્રદુષિત,દેશનું 12મા નંબરનું સૌથી પ્રદુષણ વાળું શહેર બન્યું,એર ક્વોલિટી ઈન્ડેક્ષ 418  રહ્યો

Social Share

 

લખનૌઃ- દેશની સાતમી અજાયબી જ્યા આવેલી છે તેવું ઉત્તરપ્રદેશનું શહેર હાલ પ્રદુષણમાં સતત ઝઝુમી રહ્યું છે.દિવાળી બાદ અહીની આબોહવા સતત પ્રદુષિત બની છે,જેને લઈને શ્વાસ લેવું પણ જાણે મુશ્કેલ બન્યું છે, એટલું જ નહી ાગરા દેશના એવા શહેરોમાં સમાવેશ પામ્યું છે કે જ્યા પ્રદુષણ લેવલ સૌથી વધુ હોય આ મામલે આગરા 12મું સ્થાન પામ્યું છે કે જ્યા સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે.

સતત ત્રીજા દિવસને રવિવારે પણ આગ્રાની હવા અત્યંત ખરાબની શ્રેણીમાં રહી હતી. સવાર અને સાંજના સમયે શહેર ધુમાડા અને ધૂળની ચાદરમાં ઢંકાઈ ગયું હતું. બપોરે થોડીવાર માટે તડકો રહ્યો હતો. પછી વાદળ છવાયા હતા.

શહેરનો એર ક્વોલિટી ઈન્ડેક્સ લેવલ 418ની ચિંતાજનક સપાટીએ પહોંચી જતાં એક તરફ અસ્થમાના દર્દીઓથી લઈને વૃદ્ધો અને બાળકો સુધીના લોકોને શ્વાસની લેવામાં તકલીફ પડી રહી રહી હતી તો બીજી તરફ નોટિસ બાદ પણ ધૂળની ડમરીઓ સતત ઉડતી રહી હતી. ખોદકામ અને બાંધકામ કામો અને રસ્તાઓ પર જામમાં વાહનો કાળા ધુમાડા ફેલાવતા રહ્યા હતા.આ સાથછે જ થોડા દિવસ પહેલા દિવાળી પણ હતી આ તમામ કારણો સર હાલ આગરા શહેર ભારે ખબાર શ્રેણીની હવા લઈ રહ્યું છે.

દિવાળી પછી AQI સ્તર વધુ ખરાબ થયેલું જોવા મળે  છે. શહેરને ત્રણ દિવસ માટે રેડ ઝોનમાં સામેલ કરવામાં આવ્યું છે. આ સ્થિતિ છે જ્યારે ઉત્તર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એ NHAI, સ્માર્ટ સિટી, ADA, જલ નિગમ અને મેટ્રોને નોટિસ પાઠવી છે. ટ્રાફીક જામને નિયંત્રિત કરવા માટે વધારાના દળો લાગુ કરવાના આદેશો પણ આપ્યા છે. તેમ છતાં છેલ્લા ત્રણ દિવસથી સ્થિતિમાં સુધારો થયો નથી.આ સાથે  એર ક્વોલિટી ઈન્ડેક્ષ સતત વધી રહ્યો છે.

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા પ્રમાણે આગરા શહેરનો AQI રવિવારે 418 માઈક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર પર પહોંચ્યો હતો. શનિવારે રાત્રે 12 વાગ્યે ફાઇન પાર્ટિક્યુલેટ PM-10 500ના મહત્તમ સ્તરે પહોંચી ગયું હતું. જ્યારે પીએમ-2.5નું મહત્તમ સ્તર 500 નોંધાયું છે. કાર્બન ગેસનું પ્રમાણ સરેરાશ કરતા 30 ગણું વધારે જાવા મળ્યું છે. શહેર ઝેરી ગેસના ચેમ્બરમાં ફેરવાઈ ગયું છે.જેને કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે,વિઝિબિલિટી પણ ખૂબ નબળી પડેલી જોઈ શકાય છે.