Site icon Revoi.in

એસિડીટીની સમસ્યાને કરો દૂર,આટલું કરવાથી રહેશે પેટમાં ઠંડક

Social Share

જે લોકોને એસિડીટી થવાની સમસ્યા હોય તે લોકોએ આ પ્રકારની સમસ્યાને હળવાશથી લેવી જોઈએ નહી.ડોક્ટર દ્વારા હંમેશા સલાહ આપવામાં આવે છે કે, કોઈપણ પ્રકારની સમસ્યા જો શરીરમાં અનુભવાય તો તેનો યોગ્ય સમય પર ઈલાજ કરાવો જોઈએ.આવામાં ઉનાળાની ગરમીમાં કેટલાક લોકો એસિડીટીની થઈ જવાની સમસ્યા હોય છે. હવે આવામાં જો આ લોકો દ્વારા કેટલીક વાતનું ધ્યાન રાખવામાં આવે તો તેમને આ પ્રકારની સમસ્યાથી રાહત મળી શકે છે.

છાશ પીવાથી પણ એસિડિટીથી રાહત મેળવી શકાય છે.ઉનાળાની ઋતુમાં છાશ પેટને ઠંડુ રાખે છે અને તેમાં રહેલા કુદરતી બેક્ટેરિયા પેટમાં એસિડની વધુ માત્રાને બનતી અટકાવે છે. છાશ પીવાથી પાચનક્રિયા સુધરે છે. ગરમીમાં ભોજન કર્યા બાદછાશનું સેવન કરવાથી એસિડિટીની સમસ્યાથી છુટકારો મળે છે.

ઉનાળાના સમયમાં અથવા કોઈ પણ સમયે પેટમાં ગરમી ઉત્પન થાય અને પેટમાં હંમેશા ઠંડક રહે તે વાતનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. ઉનાળામાં ટેટી ખાવથી પાણીની કમી પૂરી થાય છે..ટેટીમાં હાજર એન્ટી-ઓક્સિડન્ટ્સ અને ફાઈબર એસિડ રિફ્લક્સ અને પેટ સંબંધિત રોગો સામે રક્ષણ કરે છે. ટેટી પેટને ઠંડુ રાખે છે અને તેમાં રહેલું પાણી શરીરને હાઇડ્રેટ કરવામાં અને પીએચ સ્તર ઘટાડવામાં મદદ કરે છે.

ઠંડુ દૂધ પીવાથી એસિડીટીથી છુટકારો મેળવી શકાય છે. ઠંડુ દૂધ પેટમાં રહેલા એસિડને શોષી લે છે. દૂધથી ગેસ્ટ્રિક સિસ્ટમમાં હાર્ટબર્ન અથવા બળતરા થતી નથી. ગરમીમાં જ્યારે પણ તમને પેટમાં એસિડ બનવાની અથવા બળતર અનુભવ થાય ત્યારે એક ગ્લાસ ઠંડુ દૂધ પીવો. જેથી રાહત થશે.

ઉલ્લેખનીય છે કે,ઉપર જે પ્રકારની માહિતી આપવામાં આવી છે તે જાણકારોનો અભિપ્રાય છે પણ ક્યારેય કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.