Site icon Revoi.in

લગ્ન પ્રસંગોમાં પહેરાતા સાડી કે શૂટ જેવા સિલ્કના કપડાની આ  રીતે રાખો સંભાળ, તમારા કપડાની આયુ વધશે

Social Share

 

સિલ્કીની સાડી નામ પડે એટલે પહેતા તો આપણા માઈન્ડમાં સાઉથ ઈન્ડિયા યાદ આવી જાય કારણે કે આ સાડી અહીના લોકોનું પારંપારીક વસ્ત્ર ગણાય છે.અહીયા જ્યારે લોકો ફરવા આવે છે તો ખાસ સિલ્કની સાડી લઈને આવે છે.સિલ્કીની સાડીનો ટ્રેન્ડ હવે સાઉથ ભારત પુરતો રહ્યો નથઈ હવે તો ઈન્ડિયામાં ગમે ત્યા જોવો ત્યા સિલ્કની સાડીનો ટ્રેન્ડ જોવા મળે છે.

જો કે આ પ્રકારના કપડાંના કેટલાક ફોલ્ડ લાંબા સમય પછી ખોલવા પર એક સાથે ચોંટી જાય છે. જો આવું થાય, તો જે તે સાડીને નુકસાન થઈ શકે છે. તેથી જો તમે તમારી સિલ્ક સાડી અથવા સૂટને એકદમ નવો દેખાવા માંગતા હોવ તો સમયાંતરે તેના ફોલ્ડ્સ બદલતા રહો. જેથી તે એકબીજાને ચોંટી ન જાય. આ સાથે જ બીજી બાબતોનું પણ ખાસ ધ્યાન રાખો.

સિલ્કના કપડાનું આ રીતે રાખો ધ્યાન

દર 15 દિવસે સાડીકે કપડાનો ફોલ્ડ બદલવાથી સાડીમાં જીવાત આવવાની શક્યતાઓ ઘટી જાય છે.

દર 2-3 મહિને સાડી અને સૂટને સૂર્યપ્રકાશમાં રાખો જેથી ફૂગ અને દુર્ગંધનો ભય રહેશે નહીં.

જો તમારે ઘરે સાડી કે સૂટ ધોવા હોય તો ભૂલથી પણ ડિટર્જન્ટનો ઉપયોગ ન કરો, પરંતુ તેને હળવા શેમ્પૂ અથવા હળવા લિક્વિડનો ઉપયોગ કરો

જો સાડી ભીની હોય તો તેને તડકામાં સૂકવવાનું ટાળો. આમ કરવાથી સાડીનો રંગ ઉતરી શકે છે.તેને છાયડામાં અથવા પંખાના પવનમાં સુકવવાની આદત રાખો

જો આ પ્રકારના કપડમાં ડાઘ  લાગે તો તેના પર ટેલ્કમ પાવડર લગાવો અને પછી ટીશ્યુ પેપર અથવા સ્વચ્છ કપડાથી ડાઘ સાફ કરો.

નેપ્થાલિન બોલને ડાયરેક્ટ સાડી અને સૂટ વચ્ચે ભૂલથી પણ ન રાખો, તેની સાથે સીધો સંપર્ક સાડીના ફેબ્રિકને નુકસાન પહોંચાડી શકે છે.