Site icon Revoi.in

કરોડરજ્જુનું રાખજો ધ્યાન,નહીં તો આગળની ઉંમરમાં થઈ શકે છે ચાલવાની તકલીફ

Social Share

આપણા શરીરમાં એક પણ અંગ એવું નથી કે જેનું ધ્યાન ન રાખો તો ચાલી જાય, શરીરમાં દરેક અંગનું ધ્યાન રાખો તો તે વ્યક્તિને સ્વસ્થ અને સલામત રાખે છે પરંતુ કેટલાક લોકો દ્વારા પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવામાં આવતું નથી અને પછી તકલીફ ઘર કરી બેસે છે.

આવી રીતે વાત કરવામાં આવે શરીરના મહત્વના હાડકાની એટલે કે કરોડરજ્જુની તો તેની પણ કાળજી રાખવી જરૂરી છે કારણ કે તેના આધારે જ આખુ શરીર ઉભુ હોય છે. જો કરોડરજ્જુનું ધ્યાન ન રાખો તો આ પ્રમાણેની સમસ્યા થઈ શકે છે કે જેમ કે કોઈ વ્યક્તિને ચાલવામાં તકલીફ થવા લાગે છે, તો તે સ્પાઇનલ સ્ટેનોસિસના પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે. આ દરમિયાન બંને પગ સુન્ન થઈ જવા, ધીમું ચાલવું અથવા ચાલતી વખતે બળતરા જેવી સમસ્યા પણ જોવા મળે છે. આ સિવાય પીઠમાં દુખાવો અને પગમાં સાયટિકા થવી એ તેના મુખ્ય લક્ષણો છે.

તબીબોના જણાવ્યા પ્રમાણે શરૂઆતમાં આ લક્ષણોમાં થોડો સમય બેસ્યા પછી રાહત મળે છે અને દર્દી થોડા અંતર સુધી ફરી ચાલી શકે છે. પરંતુ સમયની સાથે સમસ્યા વધવા લાગે છે. આવી સ્થિતિમાં દર્દીને ચાલવામાં તકલીફ થવા લાગે છે. તે બરાબર ઊભો પણ નથી થઈ શકતો.

ડો.ના કહેવા પ્રમાણે આ રોગની સારવારમાં દવાઓ કામ કરતી નથી. દર્દીની સારવાર શસ્ત્રક્રિયા દ્વારા જ થઈ શકે છે. જોકે, કરોડરજ્જુની સર્જરી અંગે લોકોમાં જાગૃતિનો અભાવ છે. આ અંગે અનેક પ્રકારની માન્યતાઓ પણ ફેલાયેલી છે. સર્જરી ન થવા પાછળનું મૂળ કારણ એ છે કે સમાજમાં એવી ગેરસમજ છે કે કરોડરજ્જુના ઓપરેશન પછી બંને પગ નકામા થઈ જાય છે અને પછી આખી જિંદગી વ્યક્તિ ચાલી શકતી નથી. આશ્ચર્યની વાત એ છે કે શિક્ષિત લોકોમાં પણ આ માન્યતા કાયમ છે. પણ એવું બિલકુલ નથી. કરોડરજ્જુની સારવાર માટે કરવામાં આવતી સર્જરી સંપૂર્ણપણે સલામત છે.

ઉલ્લેખનીય છે કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.