Site icon Revoi.in

અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓની સત્તાથી યુરોપીયન દેશોની ચિંતા વધીઃ 90 ટકા હેરોઈનનું ઉત્પાદન માત્ર અફઘાનમાં

Social Share

દિલ્હીઃ દુનિયાના અનેક દેશોમાં નશીલા દ્રવ્યોનો ઉપયોગ વધ્યો છે. બીજી તરફ ડ્રગ્સ માફિયાઓ સામે દુનિયાના ભરની સુરક્ષા એજન્સીઓએ કામગીરી કરી રહી છે. દરમિયાન અફઘાનિસ્તાનમાં સૌથી વધારે નશીલા દ્રવ્યોનું ઉત્પાદન થાય છે. વિશ્વના 90 ટકા જેટલુ હેરોઈન માત્ર અફઘાનિસ્તાનમાં થાય છે. હાલ અફઘાનિસ્તાનમાં તાબીલાનીઓએ સત્તા સંભાળી છે. જેથી અમેરિકા સહિતના દેશોની ચિંતામાં વધારો થયો છે. બીજી તરફ હવે ડ્રગ્સ માફિયા તાલિબાનીઓની મદદથી વધારે તાકાતવાર થવાની ચિંતા પણ સુરક્ષા એજન્સીઓને સતાવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અફિણનું સૌથી વધારે ઉત્પાદન થાય છે. એટલું જ નહીં અફઘાનિસ્તાનથી ડ્રગનું મુખ્ય બજાર પશ્ચિમ યુરોપ છે. આ ઉપરાંત એશિયા અને આફ્રિકા સુધી હેરોઈન જાય છે. એટલું જ નહીં અફીણના પાક ઉપર તાલીબાનો છ ટકા જેટલો હિસ્સો લે છે. હાલ અફઘાનિસ્તાનમાં સત્તા પરિવર્તન થયું છે અને સત્તા તાલીબાને સંભાળી લીધી છે. જેથી હાલ અફઘાનિસ્તાનમાં પણ ઉચાટ ભરેલી સ્થિતિ છે. એટલું જ નહીં લોકો દેશ છોડવા મજબુર બન્યાં છે. બીજી તરફ દુનિયાના વિવિધ દેશોની ચિંતામાં પણ વધારો થયો છે. અને તાલીબાનના નેતૃત્વવાળી અફઘાનિસ્તાન સરકારની ડ્રગ પોલીસી ઉપર ડ્રગ્સ માફિયાઓ અને વિવિધ દેશોની નજર છે. હાલ અફઘાનિસ્તાનમાં અફીણની ખેતી માટે અનેક ખુલાસાઓ થયા છે. એટલું જ નહીં તાલિબાનીઓ ડ્રગ્સના નાણાથી દુનિયાના અનેક દેશોમાં પણ આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપે તેવી શકયતો નકારી શકાય નહીં. જેથી વિવિધ સુરક્ષા એજન્સીઓની ચિંતામાં વધારો થયો છે.