Site icon Revoi.in

અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓનો આતંકઃ પાકિસ્તાન આર્મીની મદદ, ભારતે પ્લાન-B ઉપર શરૂ કરી કવાયત

Social Share

દિલ્હીઃ અમેરિકી સુરક્ષા દળો અફઘાનિસ્તાનથી નીકળતાની સાથે જ તાલિબાનનો પ્રભાવ ફરીથી વધી રહ્યો છે. ઝડપથી નવા-નવા વિસ્તારો ઉપર તાલીબાન કબજો જમાવી રહ્યું છે. કંધારની આસપાસના કેટલાક વિસ્તારો કબજે કર્યાં છે અને અફઘાનિસ્તાનના દળ સાથે ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. તાલિબાનની ગતિવિધિઓથી લાગી રહ્યું છે કે, તેને પાકિસ્તાન સેનાથી રણનીતિક મદદ મળી રહી છે. જેના પરિણામે ભારતે હવે અફઘાનિસ્તાન માટે પ્લાન બી ઉપર કામ શરૂ કરી દીધું છે. જો કે, હાલ અફઘાનિસ્થાનની સુરક્ષાની બગડતી સ્થિતિને જોઈ કંધાર નજીક લગભગ 30 રાજનૈતિકો અને સુરક્ષા કર્મચારીઓને પરત બોલાવી લીધા છે.

વિદેશ મંત્રી એસ.જયશંકર રૂસ અને ઈરાનના પ્રવાસ બાદ આ સપ્તાહમાં તાજિકિસ્તાન અને ઉઝ્બેકિસ્તાન જવાના છે. જેથી તાલિબાન સામે લડત લડવા માટે જુની નોર્દર્ન અલાયન્સના સભ્ય દેશો સાથે રણનીતિ બનાવી શકાય. અફઘાનિસ્તાનમાં બીજી સૌથી મોટી વસતી તાજિક જનજાતિની છે. તેણે અહમદ શાહ મસુદના નેતૃત્વમાં તાલિબાન સામે બાથ ભીડી છે. ભારતને તાજિક જવાનોને 1990ના દશકમાં ટ્રેનિગ, હથિયાર અને અન્ય મદદ પુરી પાડી હતી.

ભારત જ નહીં રૂસ અને ઈરાન સાથે મળીને તાલિબાન વિરુદ્ધ નોર્દર્ન એલાયન્સનો સાથ આપ્યો હતો. ભારતીય વાયુસેનાએ અહીં પોતાનો એરબેઝ પણ બાવ્યો હતો. જેથી તાજિક જવાનોને સારી સુવિધાઓ મળી રહે. તેમજ જરૂર પડે યુદ્ધમાં બેકઅપ પુરુ પાડી શકાય. આવી જ રીતે ઉઝ્બેકિસ્તાને પોતાના અફઘાની ઉઝ્બેક નેતા અને મિલિટ્રી કમાન્ડર જનરલ રાશિદ દોસ્તમ મારફતે અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારમાં પોતાનો દબદબો યથાવત રાખ્યો છે. જયશંકરના પ્રવાસ મારફતે ભારત એ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે, તાલિબાનની સરખામણીએ આ દેશોમાં કેટલી તાકાત છે.