Site icon Revoi.in

પાકિસ્તાન સાથે આજે ફરી બે વર્ષ બાદ સિંધુજળ સમજૂતી અંગે થશે વાતચીત

Social Share

દિલ્હી – પાકિસ્તાન સાથે સિંઘુજળ સમજોતા બાબાતે બેઠક યોજાનાર છે, ઉલ્લેખનીય છે કે,બંને દેશો વચ્ચે થયેલા સમજોતા પ્રમાણે આ બેઠક દર વર્ષે દરમિયાન આયોજીત કરવામાં આવે છે, પરંતુ આ વખતે આ બેઠક બે વર્ષ પછી દિલ્હીમાં યોજાઈ રહી છે.

આ પહેલાની બેઠક લાહોરમાં વર્ષ 2018 માં મળી હતી. પુલવામા થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે આ બેઠક રદ કરી હતી. પાકિસ્તાનથી આવેલા પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ ત્યાંના જળ મંત્રાલયના ઉચ્ચ અધિકારી મોહમ્મદ આફતાબ ચૌધરી કરી રહ્યા છે.

પાણી વહેંચણીના વિવાદ પર બંને દેશો વચ્ચે છેલ્લા નવ વર્ષ સુધી વાતચીત ચાલી  હતી.ત્યાર બાદ વર્લ્ડ બેંકની સહાયથી સિંધુ જળ સમજૂતી થઈ. 19 સપ્ટેમ્બર વર્ષ 1960 ના રોજ કરાચીમાં તત્કાલિન વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઐયુબ ખાન વચ્ચે કરાર થયો હતો.

આ  સમજોતા અંતર્ગત બ્યાસ, રાવિ, સતલજ, સિંધુ, ચિનાબ અને જેલમ આ 6 નદીઓના પાણી વહેંચણી માટેના બંને દેશોના હક શામેલ છે. દેશના પીએમ નરેન્દ્ર મોદીએ ઘણી વખત જાહેરાત કરી છે કે તેઓ પંજાબની નદીઓના પાણીને પાકિસ્તાન જવા દેશે નહીં.

સાહિન-

Exit mobile version