Site icon Revoi.in

તમિલનાડુઃ મંદિરની રથયાત્રા દરમિયાન મોટી દુર્ઘટના,વીજ કરંટ લાગવાથી બે બાળકો સહીત 10ના મોત 

Social Share

ચેન્નાઈ:તમિલનાડુના તંજાવુરમાં કાલીમેડુ સ્થિત એક મંદિરમાં 10 લોકોને વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યા છે.આ અકસ્માતમાં અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.માહિતી મળતાં જ પોલીસ પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું અને રાહત કાર્ય શરૂ કર્યું.

હકીકતમાં, મંદિરમાં 94મો ઉચ્ચ ગુરુપૂજા ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં મંગળવાર રાતથી જ આસપાસના વિસ્તારોમાંથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.

આ દરમિયાન બુધવારે સવારે પરંપરાગત રથયાત્રા શહેરના માર્ગો પર નિકળી હતી.જ્યાં ભગવાનના રથને ખેંચવા માટે સેંકડો ભક્તો વચ્ચે હરીફાઈ ચાલી રહી હતી ત્યારે અચાનક વીજ વાયર રથને અડી જતાં કરંટ લાગતા 2 બાળકો સહિત 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

આ પછી, કરંટથી ઘાયલ થયેલા ઘણા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે.તો, વહીવટીતંત્રની ટીમો પહોંચી ગઈ છે અને રાહત કાર્ય શરૂ કરી દીધું છે.

 

Exit mobile version