Site icon Revoi.in

તમિલનાડુઃ ભગવાનની મૂર્તિ કોર્ટમાં રજૂ કરવાના અદાલતના આદેશ સામે હાઈકોર્ટેની આકરી ટકોર

Social Share

દિલ્હીઃ તમિલનાડુના એક મંદિરમાંથી ચોરાયેલી મૂર્તિની ચોરી થઈ હતી. પોલીસે આ મૂર્તિ શોધી કાઢી હતી. દરમિયાન સ્થાનિક અદાલતે મૂર્તિના સત્યાપન માટે કોર્ટમાં રજૂ કરવા નિર્દેશ કર્યો હતો. આ મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઈ હતી. જેમાં હાઈકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમજ નોંધ્યું હતું કે, શું કોર્ટ ભગવાનનું નિરીક્ષણ કરવા માટે રજૂ કરવા માટે આદેશ કરી શકાય.

મદ્રાસ હાઈકોર્ટે તિરુપુર જિલ્લાના એક મંદિરના સત્તાવાળાઓને ચકાસણી માટે ‘મૂલાવર’ (પ્રમુખ દેવતા) ની મૂર્તિ બતાવાનો આદેશ આપવા બદલ ટ્રાયલ કોર્ટને આકરી ટકોર કરી હતી. હાઈકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે શું કોર્ટ ભગવાનને તપાસ માટે હાજર કરવાનો આદેશ આપી શકે છે. ‘મુલાવર’ (પ્રમુખ દેવતા) ની આ મૂર્તિ ચોરાઈ ગઈ હતી અને બાદમાં તેને શોધીને ધાર્મિક વિધિઓ અને ‘આગમ’ નિયમોનું પાલન કરીને પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.

જસ્ટિસ આર સુરેશ કુમારે કહ્યું કે આમ કરવાને બદલે, ટ્રાયલ કોર્ટના ન્યાયાધીશો પ્રતિમાની સત્યતાની ચકાસણી અને તેમના તારણો રેકોર્ડ કરવા માટે એડવોકેટ-કમિશનરની નિમણૂંક કરી શક્યા હોત. ન્યાયાધીશે કુંભકોનમની નીચલી અદાલતમાં મૂર્તિ ચોરીના કેસની સુનાવણીમાં આ ટિપ્પણી કરી હતી સ્થાનિક અદાલતે તિરુપુર જિલ્લાના સિવીરીપલયમ ખાતે પરમસિવમ સ્વામી મંદિરની આ મૂર્તિ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. ન્યાયમૂર્તિ સુરેશે આ વચગાળાનો આદેશ એક અરજી પર પસાર કર્યો હતો જેમાં સત્તાવાળાઓ દ્વારા મૂર્તિને રજૂ કરવા માટે કુંભકોનમ કોર્ટના નિર્દેશનું પાલન કરીને મંદિરમાંથી ફરીથી મૂર્તિ દૂર કરવાના સંભવિત પગલાને પડકારવામાં આવ્યો હતો.

અરજદારના જણાવ્યા મુજબ, પ્રાચીન મંદિરમાંની મૂર્તિ ચોરાઈ ગઈ હતી, બાદમાં પોલીસે તેને પાછી મેળવી અને સંબંધિત કોર્ટ સમક્ષ રજૂ કરી હતી.  ત્યારબાદ, તેને મંદિર સત્તાવાળાઓને સોંપવામાં આવી હતી અને મંદિરમાં ફરીથી સ્થાપિત કરવામાં આવી હતી. બાદમાં કુંભભિષેક પણ કરવામાં આવ્યો હતો.