Site icon Revoi.in

દિવાળી ટાણે ભેળસેળવાળી અને નકલી મીંઠાઈ વેચનારા સામે તંત્રની તવાઈ, 500 નમુના લેવાયા

Social Share

ગાંધીનગરઃ  પ્રકાશનું પર્વ ગણાતા દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, બજારોમાં મીંઠાઈની પમ ધૂમ ખરીદી થઈ રહી છે. ત્યારે નકલી અને ભેળસેળવાળી મીઠાઈઓના વેચાણ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સતત નજર રાખી રહ્યું છે.  રાજ્યના દરેક જિલ્લામાં મીઠાઈ અને ફરસાણની દુકાનો પર રેન્ડમ ચકાસણી પણ કરવામાં આવી રહી છે. જોકે અત્યાર સુધીમાં 500 જેટલા નમૂનાઓ રાજ્યના અલગ અલગ જિલ્લા અને મહાનગરો માંથી લેવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાતમાં અવનવા તહેવારો દરમિયાન વિવિધ મીઠાઇ અને ફરસાણની દુકાનો ઉપર થી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દર વર્ષે 15 હજારથી વધુ નમૂના લેવામાં આવે છે. જેમાંથી 7 થી 8 ટકા ખરાબ નમૂના ફેલ થતા હોય છે. જોકે વિભાગ દ્વારા ચાલુ વર્ષે તબક્કાવાર લીધેલા નમૂનાઓમાં 900 જેટલા ખરાબ નમૂનાના રિપોર્ટ મળ્યા છે. આ અંગે એન્ડ ડ્રગ વિભાગ દ્વારા એવી વિગતો સામે આવી છે કે તહેવારો દરમિયાન બનાવવામાં આવતી મીઠાઈઓમાં કે ફરસાણમાં અખાદ્ય કલર યુરિયા જેવો પદાર્થ મળી આવે છે. જે હાનિકારક હોય છે પરંતુ એક જાગૃત ગ્રાહક તરીકે કોઈ વસ્તુ ખરીદીએ તો લાઇસન્સ નંબર પેકેજ તારીખ અને એક્સપાયરી ડેટ સહિત ની વસ્તુઓ ચેક કરવી જોઈએ.
સૂત્રોએ ઉમેર્યું હતું કે,તંત્ર દ્વારા ગુજરાત રાજ્યમાં હોટેલ રેસ્ટરોરન્ટમાં આ માટે આગવી પહેલ કરવામાં આવી છે.ગુજરાત પહેલું રાજ્ય છે કે જ્યાં 4 હજાર કરતા વધુ હોટેલ રેસ્ટોરન્ટ નું ઓડીટ કરવામાં આવ્યું છે.જેના ઓડીટ દરમિયાન માર્ક આપવામાં આવે છે. જેના આધારે સ્ટાર આપવામાં આવે છે. આ ઉપરાંત ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા છાશવારે હોટલ રેસ્ટોરન્ટ મીઠાઈ કે ફરસાણ બનાવતી દુકાનો રેકડીઓ અને લારીઓ ઉપર વેચાતા ખાદ્ય પદાર્થોનું હાઇજિન, ફૂડ ક્વોલિટી, ફેસિલિટી, વગેરે બાબતો નું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.