Site icon Revoi.in

ફેમસ શો ‘તારક મહેકા કા ઉલટા ચશ્મા’ના તારક મહેતાની એક દિવસની ફિ આટલી – શાનદાર છે તેમની લાઈફસ્ટાઈલ

Social Share

ખુબ જ ફેમસ શો કે જે દર્શકોને પેટ પકડી પકડીને હસાવે છે, જી હા આપણે વાત કરી રહ્યા છે ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની, તારક મહેતામાં તારક મહેતાનો રોલ પ્લે કરી રહેલા શૈલેષ લોઢાને દર્શકો ખુબ પસંદએા કરે છે, તેઓ એક એક્ટરની સાથે સાથે સારા એવા રાઈટર પણ છે,તેઓ સારી કવિતા લખે છે તો સાથે કોમેડી પણ સારી એવી કરી લે છે, તારક મહેતાનો શો છેલ્લા 12 વર્ષથી ટીવી પર આવી રહ્યો છે આજે પણ તેના ચાહકો એટલાજ જોવા મળે છે.

આ શોના દરેક કલાકારોની જુદી જુદી ઓળખ છે. તેઓ પોતાની એક્ટિંગથી દર્શકોને ખુબ હસાવી રહ્યા છે, ત્યારે આ શોમાં તારક મહેતાનો રોલ પ્લે કરી રહેલા તારક ભાઈનું નામ શૈલેષ લોઢા છે, જેઓ આ શોમાં હંમેશા બધાના પ્રશ્નોનું નિવારણ લાવતા જોવા મળે છે, તેઓ આ શોમાં તારક મહેતાનો રોલ કરતા પહેલા એક સારા કવિ તરીકે ઓળખ બનાવી ચૂક્યા છે

જો આ શોની ટીઆરપીની વાત કરીએ તો તારાક ભાઈએ આ શોમાં ટોપ 5માં પોતાનું સ્થાન બનાવ્યું છે,

શૈલેષ લોઢાની પત્નીનું નામ સ્વાતિ લોઢા છે, તે પોતે પણ એક જાણીતા લેખિકા છે, તેઓ મેનેજમેન્ટ પર સારુ લખે છે,આ કપલની એક પુત્રી છે તેનું નામ સ્વરા છે, શૈલેષ લોઢાને ગાડીઓનો ખુબ જ શોખ છે તેમના પાસે ઓડી અને મર્સિડીઝ જેવી મોંઘી કાર પણ છે, જો શૈલેષ લોઢાની ફીની વાત કરીએ તો જેઠાલાલની જેટલી ફી છે તેટલા જ પ્રમાણમાં તેમને પણ ફી આપવામાં આવે છે, તેઓ એક એપિસોડના દોઢ લાખ રુપિયા લે છે.શૈલેષ લોઢા કેટલાક પુસ્તકો પણ આવ્યા છે, જે હાસ્ટ પર તેઓએ લખ્યા છે,તેમના લેખન માટે અત્યાર સુધી તેમને ક્ટલાક પુરસ્કાર પણ મળી ચૂક્યા છે.

સાહીન-