Site icon Revoi.in

હાર્દિક પંડ્યાની આગેવાનીમાં શ્રીલંકા સાથે ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે

Social Share

નવી દિલ્હીઃ ભારતીય ટીમ વર્ષ 2023ની શરૂઆત શ્રીલંકા સામેની સિરીઝથી કરશે. બંને ટીમ વચ્ચે આવતીકાલે 3 જાન્યુઆરીથી 3 વન-ડે મેચની સીરિઝ રમશે. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની આગેવાની વિસ્ફોટક બેસ્ટમેન હાર્દિક પંડ્યા કરશે. તેમજ મિશન 2024 માટે ટીમ તૈયાર કરવાની જવાબદારી પણ તેમની ઉપર રહેશે. આગામી વર્ષે વેસ્ટઈન્ડિઝ-અમેરિકામાં ટી-20 વિશ્વ કપનું આયોજન કરવામાં આવ્યું છે. હાર્દિક પંડ્યા જ વિશ્વ કપમાં ટીમ ઈન્ડિયાની આગેવાની કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

ટીમ ઈન્ડિયાના બિગ-થ્રી રોહિત શર્મા, વિરાટ કોહલી અને કે.એલ.રાહુલને શ્રીલંકાની સામેની સિરીઝમાં સામેલ કરવામાં આવ્યા નથી. જેથી ટીમ ઉપર હાર્દિક પટેલની છાપ જોવા મળશે. આ વર્ષે ભારતમાં વન-ડે વિશ્વ કપનું આયોજન થવાનું છે. બીસીસીઆઈનું સંપૂર્ણ ધ્યાન આ સિરીઝ ઉપર છે. જ્યારે રોહિત શર્મા સહિતના ખેલાડીઓ સિરીઝમાં નહીં હોવાથી હાર્દિક પાસે પોતાની ટીમ ઉભી કરવાનો મોકો છે. હાર્દિક પંડ્યાં આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે અને તેમજ ગત સિઝનમાં તેની આગેવાનીમાં જ ગુજરાતની ટીમે સારુ પ્રદર્શન કર્યું હતું.

ટીમ ઈન્ડિયાની ટીમ તાજેતરમાં બાંગ્લાદેશના પ્રવાસ ગઈ હતી. જ્યાં બંને ટીમ વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ હતી. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશને 2-0થી પરાજય આપ્યો હતો.