Site icon Revoi.in

રણવીર સિંહની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘83’ નું ટિઝર રિલીઝ,એક્ટરમાં કપિલદેવની શાનદાર ઝલક જોવા મળી- ટૂંક સમયમાં ટ્રેલર થશે રિલીઝ

Social Share

 

મુંબઈઃ- દેશભરમાં કોરોના મહામારી બાદ મનોરંજન જગતમાં ઘારદાર ફઇલ્મોની એન્ટ્રી થઈ રહી છે, લાંબા સમય બાદ દર્શકો હવે સિનેમાઘરોમાં ફિલ્મની મજા માણી રહ્યા છએ ત્યારે આવી સ્થિતિમાં એક પછી એક બોલિવૂડની ફિ્મો રિલીઝ થવાની લાઈનમાં જોવા મળી રહે છે,ત્યારે હાલમાં રણવીર સિંહની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ’83’નું ટીઝર મેકર્સ દ્વારા રિલીઝ કરવામાં આવી ચૂક્યું છે.

રણવીર સિંહની ફિલ્મના આ ટીઝરમાં રણવીરની થોડીક ક્ષણોની જોરદાર ઝલક જોવા મળી રહી છે. ફિલ્મનું ટ્રેલર 30 નવેમ્બરના રોજ રિલીઝ થશે.

આ કબીર સિંહના નિર્દેશનમાં બનેલી કપિલ દેવની આ બાયોપિક 25 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે,ક્કરિકેટ પ્રેમીઓ આ ફિલ્મની ઘણી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ફિલ્મનું ટીઝર ધબકારા વધારશે. ચાહકોને તે ખૂબ જ પસંદ આવી રહ્યપું છે અને રણવીરમાં કપિલ દેવની ઝલક જોવા મળે છે. સારા અલી ખાન સહિત ઘણા સેલેબ્સે રણવીરના ઈન્સ્ટા પર ટીઝરની પ્રશંસા કરી રહ્યા છે.

કબીર ખાનની સ્પોર્ટ્સ ફિલ્મ 83ના ટીઝરમાં રણવીર પૂર્વ ક્રિકેટર કપિલ દેવની ભૂમિકામાં દોવા મળી રહ્યો છે. ટીઝર ક્લિપ ’83’ વર્લ્ડ કપની ફાઇનલમાં ધબકતું દ્રશ્ય દર્શાવી રહ્યું છે. તે લોર્ડ્સના મેદાનમાં રમાઈ  રહેલી મેચના અહલાદક દર્શ્યો દર્શાવે છે જે મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને હરાવી પ્રથમ વર્લ્ડ કપ જીત્યો હતો.