Site icon Revoi.in

કાર્તિક આર્યનની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’ નું ટિઝર રિલીઝ, 20 મે ના રોજ ફિલ્મ રિલીઝ થશે

Social Share

મુંબઈઃ- વિદ્યા બાલન અને અક્ષય કૂમાર સ્ટાટર ફિલ્મ ભૂલ ભૂલૈયા દર્શકોએ ખૂબ વખાણી હતી, કોમેડી ડ્રામાં ફિલ્મનો હવે બીજો ભાગ પણ તૈયાર છે જેમાં લીડ રોલમાં કાર્તિક આર્યન જોવા મળશે, કાર્તિક આર્યનની  અપકમિંગ ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’નું ટીઝર રીલીઝ કરવામાં આવ્યું છે. કાર્તિકની આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ ફિલ્મમાં કાર્તિક સાથે ક્યારા અડવાણી પમ જોવા મળે છે.

આ રિલીઝ થયેલા ટીઝરમાં કાર્તિક આર્યનની સ્વેગથી ભરેલી સ્ટાઈલ જોવા મળી રહી છે અને તેની સાથે રાજપાલ યાદવ પણ જોવા મળી રહ્યો છે. કલાકારો હવેલીનું ભૂત કાઢશે એ  કાહાનિ જોવા મળશે. આ સાથે મેકર્સ દ્વારા ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. ભૂલ ભુલૈયા 20 મે 2022ના રોજ રિલીઝ થશે.

ફિલ્લમ ભૂલ  ભુલૈયા 2નું નિર્દેશન અનીસ બઝમી દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં કાર્તિક આર્યન ઉપરાંત કિયારા અડવાણી, રાજપાલ યાદવ, તબ્બુ, સંજય મિશ્રા લીડ રોલમાં જોવા મળશે.

Exit mobile version