Site icon Revoi.in

ભારતમાં 5G સ્માર્ટફોનની માંગ વધી, સ્માર્ટફોનમાં 5G મોડલનો હિસ્સો 22%: CMR

Social Share

નવી દિલ્હી: ભારતના માર્કેટમાં હવે 4G બાદ 5G સ્માર્ટફોનની બોલબાલા છે. સ્માર્ટફોન માર્કેટમાં હવે ભારતીય વપરાશકર્તાઓ હવે 4Gને બદલે 5G સ્માર્ટફોન પર પસંદગી ઉતારી રહ્યાં છે. આ જ કારણોસર ભારતના મોબાઇલ ફોન વેચાણમાં 5G ટેક્નોલોજીવાળા ડિવાઇસની હિસ્સેદારી છેલ્લા ક્વાર્ટરમાં વૃદ્વિ સથે 22 ટકા થઇ છે. સાયબર મીડિયા રિસર્ચ તરથી જારી રિપોર્ટમાં આ જાણકારી અપાઇ છે.

રિપોર્ટ અનુસાર, ભારતમાં સ્માર્ટફોનમાં 5જી ફોનના ભાવમાં ઘટાડો અને સરળ ઉપલબ્ધતાને કારણે 5જી સ્માર્ટફોનની માંગ સતત વધી રહી છે. CMR અનુસાર, વનપ્લસ, ઓપ્પો, રિયલમી, સેમસંગ અને વીવો જેવી સ્માર્ટફોન બ્રાન્ડ હવે 5જીને ફોનને પ્રાથમિક્તા આપી રહી છે અને હવે ગ્રાહકોના વલણ પર વાત કરીએ તો તેઓ પણ ભાવિની ટેક્નોલોજીને અનુરૂપ ફોન લેવાનું પસંદ કરી રહ્યાં છે. તેનાથી આગામી સમયમાં પણ 5G સ્માર્ટફોનની માંગમાં તેજી આવશે.

નોંધનીય છે કે, રિપોર્ટ અનુસાર સ્માર્ટફોન કંપનીઓએ સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં ત્રણ અબજ ડૉલરથી વધુ મૂલ્યના 5જી સ્માર્ટફોન વેચ્યા છે. આ સીરિઝમાં વીવો 18 ટકા હિસ્સેદારી સાથે ટોચના ક્રમાંક પર છે જ્યારે સેમસંગ 16 ટકા હિસ્સેદારી સાથે બીજા સ્થાને છે. CMR એ ઑક્ટોબર-ડિસેમ્બર 2021 ક્વાર્ટરમાં ગત વર્ષના સમાન સમયગાળાની તુલનાએ 5-8 ટકાની વૃદ્વિદરનો અંદાજ આપ્યો છે.