Site icon Revoi.in

Airtel બાદ હવે Jio કરશે 5G ટ્રાયલ, 4G કરતાં અનેકગણી વધારે સ્પીડ ધરાવતું હશે

Social Share

નવી દિલ્હી: ભારત પણ હવે ટેક્નોલોજીની દૃષ્ટિએ સતત આગળ વધી રહ્યું છે. ભારતમાં હવે 5G પર કામ ચાલી રહ્યું છે. કંપનીઓ 5Gની લઇને ટ્રાયલ કરી રહી છે. થોડાક સમય પહેલા ભારતી એરટેલે ગુરુગ્રામમાં 5Gનું ટ્રાયલ કર્યું હતું. અહેવાલો અનુસાર એરટેલને આ ટ્રાયલમાં 1 GBPSની સ્પીડ મળી આવી હતી. હવે રિલાયન્સ જીઓ પણ ટૂંક સમયમાં ટ્રાયલ કરે તેવી સંભાવના છે.

કંપનીઓએ 5G ટ્રાયલ્સ માટે સ્વદેશમાં જ વિકસિત 5G ઉપકરણો તેમજ ટેકનિકનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત કંપનીઓ Samsung, Ericsson અને Nokia જેવા અન્ય વિક્રેતાઓ સાથે વાતચીત કરી રહ્યું છે જેથી આગામી સમયમાં અન્ય શહેરોમાં પણ ટ્રાયલ્સ શરૂ થઇ શકે.

અહેવાલ અનુસાર રિલાયન્સ Jio એ મીડ અને mmwave બેન્ડ્સના યૂઝથી મુંબઇમાં 5G ટ્રાયલ કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આમાં 4Gથી અનેકગણી વધુ સ્પીડ મળે છે.

5G ટ્રાયલ માટે જરૂરી સાધનો ભારતના લોકલ પાર્ટનરની મદદથી બનાવાયા છે. સાઇટ જમાવટના સંદર્ભે Jioનું 5 G ટ્રાયલ એકદમ મોટું છે. ટૂંક સમયમાં અન્ય શહેરો તેમજ વિસ્તારોમાં પણ ટ્રાયલ શરૂ કરાશે.

આ ઉપરાંત Jioએ ટ્રાયલ માટે મુંબઇ, ગુજરાત અને હૈદરાબાદમાં એપ્લાય કર્યું છે. DoT (Department of Telecommunication) દ્વારા 5G ટ્રાયલ માટે તાજેતરમાં જ Airtel, Reliance Jio અને Vodafone Ideaને મંજૂરી આપી છે. આ માટે 700 MHz, 3.5 GHz અને 26 GHz બેન્ડ ઉપલબ્ધ કરાવ્યા છે