Site icon Revoi.in

ગૂગલ અને એપલ પ્લે સ્ટોર પરથી 8 લાખ ડેન્જરસ એપ્સને હટાવાઇ, યૂઝર્સની સુરક્ષા માટે હતી ખતરો

Social Share

નવી દિલ્હી: ગૂગલ પ્લે સ્ટોર પર દૈનિક ધોરણે હજારો અને લાખો એપ્સ અપલૉડ થતી હોય છે જો કે યૂઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્લે સ્ટોર પર રહેલી ખતરનાક એપ્સને ગૂગલ સમયાંતરે પ્લે સ્ટોર પરથી હટાવતું હોય છે. આ જ દિશામાં, ગૂગલ અને એપલે આ વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં તેમના એપ સ્ટોર્સમાંથી 8 લાખથી વધુ એપ દૂર કરી છે. આ એપ્સ ડિલિસ્ટ થયા પહેલા ગૂગલ પ્લે સ્ટોર પરથી 9 અબજ વખત ડાઉનલોડ કરવામાં આવી હતી.

આ એપને એપલના પ્લે સ્ટોર પરથી દૂર કરવામાં આવે તે પહેલા 2.1 કરોડ કસ્ટમર રિવ્યુઝ તેમજ રેટિંગ્સ હતા. જેથી એપ સ્ટોર પરથી દૂર કર્યા પછી પણ લાખો યૂઝર્સ તેમના સ્માર્ટફોન પર આ એપ્સ ધરાવતા હશે તેવી શક્યતા છે.

રિપોર્ટ અનુસાર ગૂગલ પ્લે સ્ટોરમાંથી 86 ટકા મોબાઇલ એપ અને એપલ એપ સ્ટોરમાંથી 89 ટકા મોબાઇલ એપ 12 વર્ષ અને તેનાથી નાની ઉંમરના બાળકોને ટાર્ગેટ કરે છે. તેમાં તે પણ નોટિસ આપવામાં આવી છે કે 25 ટકા પ્લે સ્ટોર એપ્સ અને 59 ટકા એપ સ્ટોર એપ્સમાં કોઈ પ્રાયવસી પોલિસી નહોતી.

નોંધનીય છે કે, સ્ટોરમાંથી દૂર કરવામાં આવેલી આશરે 66 ટકા ગૂગલ એપ્સમાં ઓછામાં ઓછી એક ડેન્જરસ પરમિશન હતી. તેને રનટાઇમ પરમિશન પણ કહેવાય છે. તેને કારણે આ એપ ડેટા સુધી સરળતાપૂર્વક પહોંચ મેળવી શકે છે. જેનાથી સિસ્ટમ અન્ય એપના પ્રદર્શન પર અસર પડે છે. હટાવવામાં આવેલ ઘણી એપ્સની કેમેરા સુધી પહોંચ હતી. આ ઉપરાંત તેમાં જીપીએસ કોર્ડીનેટસ પણ હતું.