Site icon Revoi.in

METAએ ભારતમાં તેની પ્રથમ ઓફિસ ખોલી, જાણો ક્યાં શહેરમાં આવેલી છે?

Social Share

– METAએ ભારતમાં તેની પ્રથમ ઓફિસ ખોલી
– દિલ્હીના NCR સ્થિત ગુરુગ્રામમાં છે તેની ઓફિસ
– 1,30,000 ચોરસ ફૂટના વિસ્તારમાં METAની નવી ઑફિસ

નવી દિલ્હી: વિશ્વના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂકનું નામ થોડાક સમય પહેલા બદલાવીને META કરવામાં આવ્યું હતું અને હવે મેટાએ ભારતમાં તેની નવી ઓફિસ ખોલી છે. META દ્વારા ખોલવામાં આવેલી આ એશિયાની સૌથી મોટી ઓફિસ છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે તેનું ઉદ્વાટન કર્યું હતું. દિલ્હી NCR સ્થિત ગુરુગ્રામમાં આ ઑફિસનું નિર્માણ કરવામાં આવ્યું છે.

 

ગુરુગ્રામ સ્થિત આ ફેસબૂકની સૌથી મોટી ઓફિસ છે. કંપની આગામી ત્રણ વર્ષમાં 10 મિલિયન નાના વેપારીઓ તેમજ 2,50,000 ક્રિએટર્સને તાલીમ આપશે.

 

1,30,000 ચોરસ ફૂટના વિસ્તારમાં METAની નવી ઑફિસ બનાવવામાં આવી છે. આ ઓફિસમાં ફ્યુઅલિંગ ઇન્ડિયાઝ ન્યૂ ઇકોનોમી પણ સ્થિત હશે. ફેસબુક ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને મેનેજીંગ ડિરેક્ટર અજીત મોહને જણાવ્યું કે, તેમની પાસે ભારતમાં સૌથી મોટી ટીમ હશે.

 

મેટા ટેકનોલોજી નવીનતાઓ વિકસાવવા માટે C-FINE સાથે મળીને કામ કરશે. આનાથી શિક્ષણ, અર્થશાસ્ત્ર અને આરોગ્ય સુવિધાઓની દિશામાં AR અને VR જેવી ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન મળશે. આ કેન્દ્ર મહિલાઓ અને બાળકોની સુરક્ષા જેવા મહત્વના મુદ્દાઓ પર કામ કરશે. કાર્યક્રમ દરમિયાન મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે ટેક્નોલોજી ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહિત કરે છે અને રોકાણ અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે.