Site icon Revoi.in

સાવધાન! આ એન્ડ્રોઇડ એપ્સ તમારો ફેસબૂક પાસવર્ડ કરી શકે છે હેક, અત્યારે જ આ એપ્સ કરો ડિલીટ

Social Share

નવી દિલ્હી: ગૂગલ પ્લે સ્ટોર પર ફરીથી કેટલીક ખતરનાક એપ્સે દેખા દીધી છે. એક રિપોર્ટ અનુસાર આ એપ્સ યૂઝર્સનું યૂઝરનેમ અને પાસવર્ડ ચોરી કરી લે છે. આ ખતરનાક એપ્સને અત્યારસુધી 50 લાખથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી ચૂકી છે. જો તમે પણ આ એપ્સને ડાઉનલોડ કરી છે તો તેને તમારા ફોનમાંથી તુરંત જ ડિલીટ કરી નાંખો અન્યથા પસ્તાવાનો વારો આવશે.

ગૂગલે તો તેના પ્લે સ્ટોર પરથી આ એપ્સને દૂર કરી છે પરંતુ તમે પણ તમારી સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને ડિલીટ કરો તે આવશ્યક છે. રિસર્ચર Doctor Webને આ રિપોર્ટ કર્યો છે. Doctor Web અનુસાર આ એન્ડ્રોઇડ એપ્સમાં 5 પ્રકારના મેલવેર ટાઇપ્સ મિક્સ છે.

આ એપ્સ એવી જ જાવા સ્ક્રિપ્ટ અને ફાઇલ ફોર્મેટનો ઉપયોગ કરે છે જે ફેસબૂક ક્રેડેશિંયલને ચોરી કરવામાં કામ આવે છે. આ કરવા માટે સરળ કિમીયો ઉપયોગ કરાયો હતો.

આ એપ્સ યૂઝર્સને ફેસબૂક એકાઉન્ટમાં લોગિંન કરવા માટે પ્રેરિત કરે છે. એકવાર સાઇન ઇન થયા બાદ આ એપ્સ એડ ના દેખાડવા અને એપના અનેક બીજા ફીચર્સ એક્સેસ કરવા માટે ઑફર કરે છે. અહીંયા અનેક લોકો પોતાના ફેસબૂકમાં લોગઇન કરે છે.

આ માટે લોગઇન પ્રોંપ્ટ પણ અપાય છે. આ બાદ Malicious Process શરૂ થાય છે. એકવાર ફેસબૂક એકાઉન્ટ લોગઇન થયા બાદ એપ્સને સ્પેશિયલ સેટિંગ્સ મળી જાય છે. તેની મદદથી તેઓ ડેટા ચોરીની સાથોસાથ કમાંડ અને કંટ્રોલ સર્વરથી જાવા સ્ક્રિપ્ટ લોડ કરવા લાગે છે.

તેનાથી લોકોની ગોપનીય વિગતોને હેક કરાય છે. તે ઉપરાંત આ ખતરનાક એપ્સ કરંટ ઑથોરાઇઝેશનથી કૂકીઝ પણ ચોરી લે છે. અહીંયા આપને આ ખતરનાક એપ્સનું લિસ્ટ બતાવીશું.

આ એપ્સ તુરંત જ ફોનમાંથી કરો ડિલીટ